ખાંડ વગર બનાવો આ ટેસ્ટી બરફી, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, વજન પણ ઘટશે!

ખાંડ વગર બનાવો આ ટેસ્ટી બરફી, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, વજન પણ ઘટશે!

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | રેસીપી | સુગર ફ્રી બરફી એ પ્રોટીન, આયર્ન અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર એક પાવરપેક્ડ એનર્જી બરફી છે. આ રેસીપીમાં મીઠાશ માટે ખાંડ કે ગોળની જગ્યાએ નેચરલ સુગર ધરાવતી ખજૂર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

બરફીમાં નટ્સ ઉમેરવાથી અદ્ભુત ક્રંચ આપે છે, જ્યારે ઘી અને ખસખસ તેની સુગંધ અને સ્વાદ બેવડો કરે છે. બાળકોના મગજના વિકાસ માટે, ઈમ્યુનિટી વધારવા કે ઉપવાસમાં ખાવા માટે આ એક પર્ફેક્ટ અને ગિલ્ટ-ફ્રી સ્વીટ છે.

સુગર ફ્રી બરફી રેસીપી 

સામગ્રી

  • 1 વાટકી બદામ
  • 1 વાટકી પિસ્તા
  • 1 વાટકી કાજુ
  • વાટકી સૂર્યમુખીના બીજ
  • 2 વાટકી બીજ કાઢી નાખેલી ખજૂર
  • 1 ચમચી ઘી
  • 2 ચમચી ખસખસ

સુગર ફ્રી બરફી બનાવવાની રીત 

સૌ પ્રથમ બધા નટ્સને નાના ટુકડામાં કાપો. તેમને ઘીમાં ધીમા તાપે 3-4 મિનિટ સુધી હળવા બ્રાઉન અને સુગંધિત થાય ત્યાં સુધી શેકો. બાજુ પર રાખો.

હવે એક ચોપરમાં ખજૂરને મિક્સ કરી દો. તેને ક્રશ કરીને રાખો, તેમાં હવે એક કડાઈમાં ઘી ઉમેરો અને છૂંદેલા ખજૂરને ધીમા તાપે નરમ થાય ત્યાં સુધી કુક કરો.

શેકેલા નટ્સને કુક કરેલ ખજૂરમાં ઉમેરો જ્યાં સુધી તમે સોફ્ટ કણક ન બને, હવે કણકને નળાકાર આકારમાં ફેરવો, શેકેલા ખસખસથી કોટ કરો અને 1 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.

હવે તૈયાર સુગર ફ્રી બરફીને ગોળાકાર કાપો અને પીરસો, આ રોલ રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા સુધી સારી રીતે રહે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *