જીવનશૈલી | ઉનાળો | ઉનાળો આવે એટલે આઈસ્ક્રીમ યાદ આવે! આઈસ્ક્રીમ વગર આ અસહ્ય ગરમીની ઋતુ અધૂરી લાગે છે, આ સીઝનમાં બજારનો નહિ પરંતુ ઘરેજ તમે સરળતાથી કોઈ પણ મગજ મારી વગર આઈસ્ક્રીમ બનાવી શકો છો. જો તમારા ફ્રિજમાં મિક્ષ ફ્રૂટ પડ્યા હોય તો બનાવો આ રીતે મિક્ષ ફ્રૂટ આઈસ્ક્રીમ!
મિક્ષ ફ્રૂટ આઈસ્ક્રીમ ખુબજ સરળતાથી બની જાય છે, તમારે તમારા મનગમતા ફ્રૂટ્સ ઉમેરીને આ ખાસ આઈસ્ક્રીમ બનાવી શકો છો, બાળકોથી લઇ મોટા બધાને આ આઈસ્ક્રીમ ભાવશે.
મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી
સામગ્રી
2 કપ ફ્રેશ ક્રીમ
1 કપ દૂધ પાવડર
1/2 કપ પાવડર સુગર
1 ચમચી વેનીલા એસેન્સ
તમારી પસંદગીના ફ્રૂટ્સ
ઓછી મહેનતે ઘરે જ બનાવો હેલ્ધી કેળાનો આઈસ્ક્રીમ, માત્ર આટલી સામગ્રીમાં બની જશે!
મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવાની રીત
સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ લો તેને સારી રીતે બીટ કરીને મિક્ષ કરીને રાખો. હવે એમાં થોડું વેનીલા એસેન્સ નાખીને ફરી સારી રીતે મિક્સ કરો.
ગરમીમાં શાક નહિ આ ખાટી મીઠી અને રિફ્રેશિંગ કેરી ફુદીનાની ચટણી બનાવો, આ સિક્રેટ રેસીપી અનુસરો
ત્યારબાદ એમાં 1 કપ દૂધ પાઉડર, 1/2 કપ પાઉડર સુગર નાખીને મિક્ષ કરો. હવે એમાં કાપેલા તમારી પસંદગીના ફ્રૂટ્સ નાખીને સારી રીતે મિક્ષ કરો.
નાળિયેર પાણી આઈસ કેન્ડી રેસીપી, શરીરને ઠંડક આપશે અને હાઈડ્રેટેડ રાખશે, આ રીતે બનાવો
ત્યારબાદ તેને સિલ્વર ફોઈલથી 6-7 કલાક માટે ફ્રિઝરમાં મૂકી રાખો.હવે 7 કલાક બાદ તેને ફ્રિઝર માંથી કાઢીને ઠંડો ઠંડો સર્વ કરો.
