Strain Cooker Whistle Downside Answer : પ્રેશર કૂકર એક વાસણ છે, જેનો ઉપયોગ ભોજન બાફવા માટે થાય છે. કઠોળ- દાળ, ભાત કે શાકભાજી ઝડપથી બાફવા માટે પ્રશર કકૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘણી વખત કુકરની સીટી બરાબર વાગતી નથી અથવા ઢાંકણ માંથી પાણી બહાર નીકળે છે. કૂકરમાંથી પાણી નીકવાથી ગેસ સ્ટોવ ગંદુ થાય છે. ઉપરાંત જો સીટી બરાબર વાગતી ન હોય તો પ્રેશર કૂકર ફાટવાનો ડર રહે છે.
મોટાભાગના લોકો પ્રેશર કૂકરમાં કોઇ સમસ્યા થાય એટલે તરત જ વાસણ વાળાની દુકાને રિપેરિંગ કરાવવા લઇ જાય છે. જો તમારા પ્રેશર કૂકરની સીટી બરાબર વાગતી નથી અથવા કૂકરના ઢાંકણ માંથી બહાર નીકળે છે, તો ગભરાશો નહીં. અહીં 5 સરળ ટીપ્સ આપી છે, જેની મદદથી તમે ઘરે પણ કૂકરની સમસ્યા ઠીક કરી શકો છો. ચાલો જાણીયે વિગતવાર.
કૂકરમાં માપસર વસ્તુ બાફો
પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે કઇ ચીજ કેટલા પ્રમાણમાં બાફવાની છે, તે વાત ધ્યાનમાં રાખો. તેની માટે કૂકરની ક્ષમતા કેટલી છે, જે ચેક કરો. જો તમે કૂકરની કેપેસિટી કરતા વધારે ચીજ બાફશો તો તેના લીધે કૂકરની અંદર બરાબર પ્રેશર બનતું નથી. તેની અસર કૂકરની સીટી પર થાય છે અને ઘણી વખત ઢાંકણમાંથી પાણી બહાર નીકળે છે. આથી હંમેશા કૂકરની કેપેસિટી મુજબ જ ચીજ બાફવી જોઇએ.
2. સીટી નિયમિત સાફ કરો
ભોજન બાફયા બાદ પ્રેશર કૂકરની બરાબર સફાઇ કરવી જોઇએ. ઘણા લોકો કૂકરની સીટીની સફાઇને નજરઅંદાજ કરે છે. તેના કારણે ધીમે ધીમે સીટીમાં ગંદકી જમા થાય છે, જેના કારણે વરાફ યોગ્ય રીતે બહાર નીકળી નથી. આથી હંમેશા ભોજન બાફયા બાદ કૂકરની સીટી ખોલીને બરાબર ધોવી જોઇએ. સીટીના હોલમાં કોઇ વસ્તુ ફસાયેલી હોય તેને બહાર કાઢીને બરાબર સાફ કરો.
પાણીનું યોગ્ય પ્રમાણ
ક્રૂકરમાં વસ્તુ બાફતી વખતે જરૂર કરતા વધારે પાણી નાંખવાથી પણ સીટી અને ઢાંકણની કિનારીમાંથી પાણી બહાર નીકળે છે. જો ઓછુ પાણી હશે તો વસ્તુ દાઝી જવાનો ડર રહે છે. આથી કઇ વસ્તુ બાફવાની છે જે મુજબ પાણી રેડવું જોઇએ. જો બાફવાની પહેલા પાણીમાં પલાળેલી રાખી હોય તો તેમા ઓછા પાણીની જરૂર પડે છે.
પ્રેશર થયા બાદ ગેસ ધીમો કરો
ભોજન બાફતી વખતે શરૂઆતમાં ગેસની આંચ ફુલ રાખો, જેથી કૂકરની અંદર યોગ્ય પ્રેશર બને. પરંતુ એક વખત કૂકરની સીટી વાગવા કે યોગ્ય પ્રેશર બન્યા બાદ ગેસ ધીમો કરી દો. સતત ફુલ આંચ પર કૂકરમાં બાફવાથી પાણી બહાર નીકળી શકે છે અને વસ્તુ વધારે બફાઇ જવાની સંભાવના રહે છે.
5 કૂકરના ઢાંકણની રબર રીંગ ચેક કરો
હંમેશા ઉપયોગ કરતી વખતે કૂકરના ઢાંકણની રબર રીંગ ચેક કરો. જો રબર રીંગ ઢીલી, બહુ જુની, કપાયેલી કે ખરાબ થઇ ગઇ હોય તો ઉપયોગ કરવો નહીં. તેનાથી કૂકરમાં યોગ્ય પ્રેશર બનશે નહીં અને ગેસ વધારે વપરાશે.
આ પણ વાંચો | કૂકરના ઢાંકણ પર સફેદ ડાઘ પડી ગયા છે! આ ઘરેલુ નુસ્ખા વાસણને ચકાચક સાફ કરશે
પ્રેશર કૂકર વાપરવાની સુરક્ષિત રીત
- કૂકરનો સેફ્ટી વાલ્વ હંમેશા યોગ્ય રીતે કામ કરતો હોવો જોઇએ.
- કૂકરનું ઢાંકણ બરાબર બંધ કર્યા બાદ જ ગેસ પર મૂકો.
- દરેક વખત ઉપયોગ કર્યા બાદ કૂકર, ઢાંકણ અને સીટી બરાબર સાફ કરવા.
- જો ઉપરોક્ત ટીપ્સ ટ્રીય કર્યા બાદ પણ પ્રેશર કૂકર બરાબર કામ નથી કરતું તો તરત જ સર્વિસ કરાવો.
