કરાચી જઈ રહેલું પાકિસ્તાનનું કાર્ગો પ્લેન ક્રેશ, અરબી સમુદ્રમાંથી મળ્યો કાટમાળ, 5 ક્રૂ મેમ્બરની શોધ ચાલું

કરાચી જઈ રહેલું પાકિસ્તાનનું કાર્ગો પ્લેન ક્રેશ, અરબી સમુદ્રમાંથી મળ્યો કાટમાળ, 5 ક્રૂ મેમ્બરની શોધ ચાલું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


પાકિસ્તાની શોધ ટીમોએ શારજાહથી કરાચી જતી વખતે ગુમ થયેલા કાર્ગો વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. પાકિસ્તાનની K2 એરવેઝ દ્વારા સંચાલિત 27 વર્ષ જૂનું બોઇંગ 737 કાર્ગો વિમાન સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી ઉડાન ભર્યા પછી ગાયબ થઈ ગયું હતું. ગુમ થયેલા વિમાનમાં પાંચ ક્રૂ સભ્યો સવાર હતા.

પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન નૌકાદળ અને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) એ K2 એરવેઝ ફ્લાઇટ (B737) ના કાટમાળને સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે, જેને ગઈકાલે રાત્રે ગુમ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓરમારાથી 53 નોટિકલ માઇલ દક્ષિણમાં કાટમાળ મળી આવ્યો હતો, અને ગુમ થયેલા ક્રૂ સભ્યોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

એરક્રાફ્ટે નેવિગેશન સિસ્ટમમાં ખામીની જાણ કરી

સંયુક્ત આરબ અમીરાતના શાહજાહથી કરાચી જઈ રહેલા ખાનગી કંપનીના વિમામ K2 એરવેઝ દ્વારા સંચાલિત બોઇંગ કાર્ગો વિમાને મંગળવારે મોડી સાંજે રડાર સંપર્ક ગુમાવતા પહેલા નેવિગેશન સિસ્ટમમાં ખામીની જાણ કરી હતી. અગાઉ PAA ના એક નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે K2 એરવેઝ B737 ફ્લાઇટે મંગળવારે રાત્રે 9:18 વાગ્યે (પાકિસ્તાન સમય) નેવિગેશન સિસ્ટમમાં સમસ્યાની જાણ કરી, ત્યારે કરાચી એરિયા કંટ્રોલ સેન્ટર (ACC) એ તરત જ વિમાનને સૂચનાઓ જારી કરી.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “રાત્રે 9:21 વાગ્યે રડાર પર વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવતું અને દિશા બદલતું જોવા મળ્યું. ત્યારબાદ કરાચીથી પશ્ચિમમાં લગભગ 155 નોટિકલ માઇલ દૂર રડાર સંપર્ક અને સંદેશાવ્યવહાર તૂટી ગયો.”

વિમાન 36,550 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું

ફ્લાઇટ ટ્રેકિંગ સેવા Flightradar24 ના પ્રારંભિક ડેટા દર્શાવે છે કે કાર્ગો વિમાન કરાચીના દક્ષિણપશ્ચિમમાં અરબી સમુદ્રમાં ક્રેશ થયું હશે. Flightradar24 ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન ગાયબ થતાં પહેલાં એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં લગભગ 5,000 ફૂટ નીચે આવી ગયું હતું. પછી તે માત્ર 30 સેકન્ડમાં લગભગ 6,000 ફૂટ ઉપર ચઢી ગયું. જોકે તે પછી તરત જ વિમાન 36,550 ફૂટની ઊંચાઈથી ઝડપથી નીચે પડી ગયું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *