CJP Occasion Members: કોકરોચ જનતા પાર્ટીનું જંતર મંતર પર વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું છે. જો કે CJP પાર્ટી વિખેરાઇ જશે. હકીકતમાં કોકરોચ જનતા પાર્ટી હવે વિદ્યાર્થીઓનો અવાજ બનશે. તાજતેરમાં કોકરોચ જનતા પાર્ટીનું 35 સભ્યોનું સંગઠન બનાવવામાં આવ્યું છે. જેમા કોઇ એન્જિનિયર, વકીલ. પત્રકાર થી લઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જેમા 12 સભ્યોની ઉંમર 35 વર્ષથી ઓછી છે.
કોકરોચ જનતા પાર્ટીના 35 સભ્યોમાં એક પત્રકાર, એક એન્જિનિયર, એક વકીલ, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એક ઉદ્યોગસાહસિક અને હોટલ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. સામાન્ય રીતે યુવા કેન્દ્રિત રાજકીય અભિયાન માટે આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી નથી. પરંતુ તે બધા એવા 12 લોકોમાં સામેલ છે જે હવે કોકરોચ જનતા પાર્ટીનું નેતૃત્વ કરશે. સીજેપી પાર્ટી હવે તેના અભિયાનને મોટા શહેરો સુધી મર્યાદિત કરવાને બદલે દેશભરમાં તેની પહોંચ વધારવા માંગે છે.
નવી ટીમમાં પત્રકારત્વ, ટેકનોલોજી, કાયદો, પબ્લિક પોલિસી, ફાઇનાન્સ અને બિઝનેસ જેવા વિવિધ ક્ષેત્રના લોકો સામેલ છે. સંસ્થાનું કહેવું છે કે આ આવા યુવા અને વૈવિધ્યસભર નેતૃત્વ ટીમ બનાવવાના તેમના પ્રયત્નો દર્શાવે છે.
તમને જણાવી દઇયે કે, કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર 36 દિવસ વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યાના થોડા દિવસો પછી આ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સંભાજી નગરમાં બે દિવસીય બેઠકમાં સીજેપી પાર્ટી એ આગામી છ મહિના માટે તેના સંગઠનાત્મક માળખાની રૂપરેખા આપી હતી અને પુનરોચ્ચાર કર્યો હતો કે રાજકીય પક્ષ બનાવવાની તેની કોઈ યોજના નથી.
Meet the Nationwide Working Committee of the Cockroach Janta Occasion! pic.twitter.com/yPyBEUZQ4w
— Cockroach Janta Occasion of India (@CJP_for_India) August 9, 2026
CJP 12 સભ્યોના નામ અને તેમની લાયકાત અને જવાબદારીઓ :
અભિજીત દીપકે
અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક છે. મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી 30 વર્ષીય અભિજીત દીપકેએ પુણેથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી અને અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
જવાબદારી : સ્થાપક અને રાષ્ટ્રીય કન્વીનર
આશુતોષ રાંકા
રાજસ્થાનના જયપુરના રહેવાસી આશુતોષ રાંકાએ આઈઆઈટી કાનપુરમાંથી બીટેકની ડિગ્રી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તે 30 વર્ષના છે.
જવાબદારી : સહ-કન્વીનર
સૌરવ દાસ (27)
દિલ્હીના રહેવાસી દાસે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે.
જવાબદારી : સહ કન્વીનર
અજિંક્ય શિંદે (35)
મહારાષ્ટ્રમાં લાતૂરના રહેવાસી અજિંક્ય શિંદે એ ડો.બાબાસાહેબ આંબેડકર ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી બીટેકની ડિગ્રી મેળવી છે.
જવાબદારી : રાષ્ટ્રીય સંગઠન પ્રભારી
દીપક બાલિયાન (26)
રાજસ્થાનના અલવરના રહેવાસી દીપક બાલિયાને ભરતપુરથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને કૃષિ આંદોલનોમાં સક્રિય રહ્યો છે.
જવાબદારી : સંગઠનના સહ પ્રભારી અને ઉત્તર ઝોનના વડા
આફરીન નવાઝ (34)
કર્ણાટકના બેંગલુરુની રહેવાસી આફરીન નવાઝે એમબીએ કર્યું છે અને હાલમાં તે એક ઉદ્યોગસાહસિક છે.
જવાબદારી : રાષ્ટ્રીય સચિવ
વિજય રેડ્ડી મલ્લંગી (30)
તેલંગણાના હૈદરાબાદના રહેવાસી 30 વર્ષીય વિજય રેડ્ડી મલ્લંગીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
જવાબદારી : મીડિયા લીડ અને દક્ષિણ ઝોનના વડા
રત્ના સિંહ (31)
ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી રત્ના સિંહે દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી LLB ડિગ્રી મેળવી છે.
જવાબદારી : કાનૂની બાબતોના વડા
વૈષ્ણવી ગૌર (29)
ઉત્તરાખંડના દહેરાદૂનની રહેવાસી વૈષ્ણવી ગૌરે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી બીએ એલએલબી (ઓનર્સ)ની ડિગ્રી મેળવી છે.
જવાબદારી : સંશોધન અને પોલિસી લીડ
રોહન દેશપાંડે (31)
મુંબઈના રહેવાસી રોહન દેશપાંડેએ આઈએચએમ મુંબઈથી હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.
જવાબદારી : ટેક્નોલોજી લીડ
યોગેશ ઇંગલે (33)
યોગેશ ઇંગલે મહારાષ્ટ્રના પુણેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) છે.
જવાબદારી : ફાઇનાન્સ લીડ અને વેસ્ટ ઝોનના વડા
આ પણ વાંચો | 2024 ચૂંટણીમાં નબળો જનાદેશ, Gen Z આંદોલન… મોહન ભાગવત ભાજપને શું સંદેશ આપવા માંગે છે?
અંકિત ભારદ્વાજ (35)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી ભારદ્વાજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
જવાબદારી : પૂર્વ અને ઉત્તર-પૂર્વ ઝોનના પ્રભારી અને વડા
