મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ હાલમાં ‘સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા’ કાઢી રહ્યા છે. ઉજ્જૈનથી શરૂ થયેલી આ યાત્રા અયોધ્યામાં સંપન્ન થશે. આ યાત્રા દરમિયાન તેમણે બાબાસાહેબ આંબેડકર અને બ્રાહ્મણો વિશે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડકર બ્રાહ્મણો કરતાં પણ વધુ બુદ્ધિશાળી હતા.
આ યાત્રાના માધ્યમથી દિગ્વિજય સિંહ એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે સનાતન ધર્મને ‘હિન્દુત્વ’ સાથે જોડીને ન જોવો જોઈએ. તેમણે ધાર્મિક સંસ્થાઓના સંચાલનમાં કથિત અનિયમિતતાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પહેલ દ્વારા તેઓ હિન્દુ ધાર્મિક ઓળખનું પ્રતિનિધિત્વ કરવાના ભાજપના દાવાને પડકારવા માંગે છે.
સનાતન ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે- દિગ્વિજય સિંહ
ઉજ્જૈનમાં યાત્રા દરમિયાન બોલતા દિગ્વિજય સિંહે કહ્યું, “સનાતન ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. ‘વર્ણ’ વ્યવસ્થા જન્મ પર આધારિત ન હતી પરંતુ વ્યક્તિના કર્મો પર આધારિત હતી.”
#WATCH | Ujjain, Madhya Pradesh: On Satya Sanatan Swabhiman Yatra, Congress chief Digvijaya Singh says, “… Sanatan Dharma is being misrepresented. The standard varna system was based mostly on karm, not start. Dr BR Ambedkar’s mind would have certified him as a Brahmin. The Congress Occasion follows the true rules of Sanatan Dharma.”
— ANI (@ANI) October 21, 2026
બાબાસાહેબ આંબેડકરનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું, “જો બાબાસાહેબ આંબેડકર બ્રાહ્મણો કરતાં વધુ બુદ્ધિશાળી હતા તો તેમના કર્મોના આધારે તેમને બ્રાહ્મણ ગણવા જોઈએ. આ દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સનાતન ધર્મના સાચા સ્વરૂપને અનુસરે છે.”
70 દિવસ ચાલશે યાત્રા
દિગ્વિજય સિંહની આ યાત્રા 20 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને તે 70 દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમનું આયોજન ‘કમ્પ્યુટર બાબા’ અને સંત સમુદાયના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ઉજ્જૈન જિલ્લા વહીવટીતંત્રે કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો; પરંતુ સંતો દ્વારા ઉજ્જૈન કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા બાદ વહીવટીતંત્રે મંજૂરી આપી દીધી. જોકે તેમાં શરત મૂકવામાં આવી હતી કે હેલિકોપ્ટર ઉજ્જૈન શહેરની અંદર ઉતરી શકશે નહીં.
આ પણ વાંચો: વડોદરા નિલેશ વણઝારા હત્યા કેસ: 4 આરોપીઓની ધરપકડ, હત્યા માટે 30 લાખ રૂપિયા અને એક બંગલાની આપી હતી ‘સોપારી’
આ 70 દિવસો દરમિયાન દિગ્વિજય સિંહ 960 કિલોમીટરની પદયાત્રા કરશે, જે અયોધ્યાના રામ મંદિરે પહોંચીને સંપન્ન થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય મંદિરોમાં અપાતા દાનમાં પારદર્શિતા, મંદિર વ્યવસ્થાપન અને દાનની ચોરીના કિસ્સાઓમાં નિષ્પક્ષ તપાસની જરૂરિયાત જેવા મુદ્દાઓને ઉઠાવવાનો છે.
