Ayodhya Ram Temple Donation Theft Case : અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં કોંગ્રેસે SIT તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીના કથિત મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડવું જોઈએ. કોંગ્રેસે કહ્યું કે જો તેઓ આવું નહીં કરે તો ચોરોને તેમનું સંરક્ષણ માનવામાં આવશે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે સમગ્ર પ્રકરણમાં તપાસમાં મોટી માછલીઓને બચાવવામાં આવી છે. તેમણે આ સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરી છે.
જયરામ રમેશે એક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં આ મામલાને દાન ચોરી, આસ્થા સાથે છેતરપિંડી ગણાવતા કહ્યું કે ચાર્જશીટમાં સામે થયેલા તથ્યોથી એસઆઈટીની તપાસ અને સરકારી લીલાપોતી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
એફઆઈઆર નોંધવામાં 21 દિવસનો સમય કેમ લાગ્યો?
ચાર્જશીટમાં નોંધાયેલી ઘટનાઓના ક્રમનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે આ વર્ષે 4 જૂને ગણતરી ખંડના બાથરૂમમાંથી 2.25 લાખ રૂપિયા મળવાનો વીડિયો ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાયને મોકલવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેમને સીસીટીવી ફૂટેજ પણ બતાવવામાં આવ્યા હતા.
જયરામ રમેશે સવાલ કર્યો હતો કે જ્યારે સીસીટીવી ફૂટેજ, રોકડ અને શંકાસ્પદ કર્મચારીઓની ઓળખ સામે આવી ગઇ હતી ત્યારે એફઆઈઆર નોંધવામાં 21 દિવસનો સમય કેમ લાગ્યો? તેમણે પૂછ્યું કે આ 21 દિવસમાં આખરે કોને બચાવવાની અને કોને છુપાવવાની તક મળી?
चंदा चोरी, आस्था धोखा
हमने पहले दिन से कहा था कि भगवान श्रीराम के अयोध्या मंदिर में चढ़ावे की चोरी की जांच के लिए बनाई गई सरकारी SIT पर देश की जनता को भरोसा नहीं है। अब चार्जशीट में सामने आए तथ्यों ने इस जांच पर और सरकारी लीपापोती पर गंभीर सवाल खड़े कर दिए हैं।
चार्जशीट के… pic.twitter.com/oiujRHgwtp
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 26, 2026
શા માટે સાક્ષી બનાવવામાં આવ્યા?
જયરામ રમેશે એ પણ સવાલ ઉઠાવ્યો કે એસઆઈટીની તપાસમાં પરવાનગી વિના દાનના નાણાં હટાવવા અથવા છુપાવવાની 105 ઘટનાઓ હોવા છતાં તપાસ માત્ર આઠ આરોપીઓ સુધી મર્યાદિત કેમ હતી? ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આરોપી બનાવવાના બદલે સાક્ષી કેમ બનાવવામાં આવ્યા?
વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર પર પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષે કહ્યું – જ્ઞાનેશ કુમારને પદ્મભૂષણ મળવો જોઈએ
રમેશે કહ્યું કે મંદિરમાં દાનની વ્યવસ્થા પર નજર રાખવા અને સંચાલન કરવામાં સામેલ લોકોની ભૂમિકાની તપાસ કર્યા વિના આ મામલાનું સંપૂર્ણ સત્ય બહાર આવવું મુશ્કેલ છે.
કોંગ્રેસ મહાસચિવે પૂછ્યું કે શું આ મામલાના તાર ભાજપ-આરએસએસના ટોચના નેતૃત્વ સુધી પહોંચે છે. રમેશે કહ્યું કે ભગવાન શ્રી રામના નામ પર આવેલા દાન ચોરીની અસલી જવાબદારી નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી કેસ સમાપ્ત થઈ ગયો ગણી શકાય નહીં.
