અમદાવાદના જુહાપુરામાં અકસ્માતના રુંવાડા ઊભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા. ડમ્પરની અડફેટે આવતા યુવકનું મોત નિપજ્યું. રોયલ અકબર ટાવર પાસે રસ્તા પરથી સ્કૂટર ચાલક પસાર થઈ રહ્યો હતો. સ્પ્રીડ બ્રેકર આવતા બાજુમાં ચાલી રહેલું ડમ્પર ધીમું પડ્યું અને યુવકે ઓવરટેકનો પ્રયાસ કર્યો. જોકે ડમ્પરની ટક્કર વાગતા જ યુવક સ્કૂટર પરથી પટકાયો અને ડમ્પરની નીચે આવી ગયો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા પડ્યા હતા. પોલીસને જાણ થતા જ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Source link
