રિપોર્ટમાં પરિણામોની સમીક્ષા કરતા બ્રોકરેજે જણાવ્યું છે કે, આ ક્વાર્ટરમાં કંપનીની આવક (રેવેન્યુ) અંદાજ કરતા ઘણી ઓછી એટલે કે 12.4 અબજ રૂપિયા રહી છે, જ્યારે તે 21.5 અબજ રૂપિયા રહેવાનો અંદાજ હતો. બ્રોકરેજનું કહેવું છે કે, ઇપીસી (EPC) સંબંધિત ખર્ચમાં વાર્ષિક ધોરણે 95 ટકાનો મોટો વધારો થવાને કારણે કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન (OPM) ઘટીને 16 ટકા રહી ગયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 19.9 ટકા હતો. આ કારણે કંપનીનો EBITDA બજારના અંદાજ કરતાં લગભગ 45 ટકા પાછળ રહી ગયો છે. ભવિષ્યમાં કોર્પોરેટ સ્તરે થનારા ફેરફારો અને બિઝનેસ મોડલમાં સુધારાને ધ્યાનમાં રાખીને, બ્રોકરેજે પ્રતિ શેર 123 રૂપિયાના ટાર્ગેટ સાથે શેર પર પોતાની ‘BUY’ રેટિંગ યથાવત રાખી છે, જે વર્તમાન સ્તરથી આશરે 32.2 ટકાથી વધુની તેજી દર્શાવે છે.
