WPL 2026 GG vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026,  દિલ્હી કેપિટલ્સને પાંચમો ફટકો

WPL 2026 GG vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, દિલ્હી કેપિટલ્સને પાંચમો ફટકો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Gujarat Giants vs Delhi Capitals LIVE Match Updates :મહિલા પ્રીમિયર લીગ 2026 ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે આપેલા 175 રનના પડકાર સામે  દિલ્હી કેપિટલ્સે 12.3 ઓવરમાં 5 વિકેટે 85 રન બનાવી લીધા છે

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.

  • Jan 27, 2026 22:29 IST

    WPL 2026 GG vs DC LIVE : જેમિમાહ 16 રને આઉટ

    જેમિમાહ 16 બોલમાં 1 ફોર સાથે 16 રન સોફી ડિવાઇનની ઓવરમાં બોલ્ડ થઇ. મેઝિરાન કેપ્પ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અને લૌરા વોલ્વાડર્ટ 24 રને આઉટ થઇ. દિલ્હીએ 85 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Jan 27, 2026 21:58 IST

    WPL 2026 GG vs DC LIVE : શેફાલી વર્મા આઉટ

    શેફાલી વર્મા 10 બોલમાં 3 ફોર સાથે 14 રન બનાવી રાજેશ્વરી ગાયકવાડની ઓવરમાં કેચ આઉટ થઇ. દિલ્હીએ 26 રને પ્રથમ વિકેટ ગુમાવી. લીઝેલ લી 11 રને સોફી ડિવાઇનનો શિકાર બની. દિલ્હીએ 51 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jan 27, 2026 21:19 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સને 175 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવી લીધા છે.  દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 175 રનનો પડકાર મળ્યો છે.  દિલ્હી તરફથી શ્રી ચારાણીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.

  • Jan 27, 2026 20:55 IST

    WPL 2026 GG vs DC LIVE : બેથ મૂની 58 રને આઉટ

    જોર્જિયા બેરહામ 7 બોલમાં 1 સિક્સર સાથે 11 રને બોલ્ડ થઇ. ભારતી ફુલમાલી 3 રને હેનરીની ઓવરમાં બોલ્ડ થઇ. બેથ મૂની 46 બોલમાં 7 ફોર સાથે 58 રને કેચ આઉટ થઇ. ગુજરાતે 135 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

  • Jan 27, 2026 20:34 IST

    WPL 2026 GG vs DC LIVE : અનુષ્કા શર્મા 39 રને આઉટ

    અનુષ્કા શર્મા 25 બોલમાં 8 ફોર સાથે 39 રન બનાવી શ્રી ચારાણીનો શિકાર બની. એશ્લે ગાર્ડનર 4 બોલમા 2 રન બનાવી મિનુ માનીની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 96 રને 3 વિકેટ ગુમાવી. ગુજરાતે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • Jan 27, 2026 20:08 IST

    WPL 2026 GG vs DC LIVE : સોફી ડિવાઇન આઉટ

    સોફી ડિવાઇન 10 બોલમાં 3 ફોર સાથે 13 રને મેરિઝાન કેપ્પની ઓવરમાં બોલ્ડ થઇ. ગુજરાતે 19 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Jan 27, 2026 19:08 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.

  • Jan 27, 2026 19:08 IST

    WPL 2026 GG vs DC LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

  • Jan 27, 2026 19:04 IST

    WPL 2026 GG vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

  • Jan 27, 2026 18:21 IST

    WPL 2026 GG vs DC LIVE : ગુજરાત વિ દિલ્હી વચ્ચે મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 17મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બન્ને ટીમો માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે. બન્નેના 6 મેચમાં 3 જીત સાથે 6 પોઇન્ટ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *