WPL 2026 Eliminator, Gujarat Giants vs Delhi Capitals LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત જાયન્ટ્સે 12 ઓવરમાં 4 વિકેટે 80 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં RCB સામે ટકરાશે. ગુજરાતની ટીમ લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી અને દિલ્હી કેપિટલ્સ ત્રીજા સ્થાને રહી હતી. લીગ રાઉન્ડમાં ગુજરાતે આઠમાંથી પાંચ મેચ જીતી હતી અને દિલ્હીએ આઠમાંથી ચાર મેચ જીતી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.
દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.
-
Feb 03, 2026 20:31 IST
WPL 2026 GG vs DC LIVE : ગુજરાતે 59 રને ચોથી વિકેટ ગુમાવી
અનુષ્કા શર્મા 13 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી નંદની શર્માનો શિકાર બની. એશ્લે ગાર્ડનર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના નંદીની શર્માનો બીજો શિકાર બની. કનિકા આહુજા 13 બોલમાં 1 ફોર સાથે 13 રને સ્ટમ્પ આઉટ થઇ. ગુજરાતે 59 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Feb 03, 2026 19:49 IST
WPL 2026 GG vs DC LIVE : સોફી ડિવાઇન આઉટ
સોફી ડિવાઇન 9 બોલમાં 1 ફોર સાથે 6 રને હેનરીની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાત જાયન્ટ્સે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Feb 03, 2026 19:08 IST
WPL 2026 GG vs DC LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.
-
Feb 03, 2026 19:07 IST
WPL 2026 GG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.
-
Feb 03, 2026 19:04 IST
WPL 2026 GG vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Feb 03, 2026 18:30 IST
WPL 2026 GG vs DC LIVE : ગુજરાત વિ દિલ્હી વચ્ચે એલિમિનેટર મુકાબલો
મહિલા પ્રીમિયર લીગ 2026 ના એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ ફાઇનલમાં સ્થાન મેળવવા માટેનો જંગ હશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં RCB સામે ટકરાશે. ગુજરાતની ટીમ લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી અને દિલ્હી કેપિટલ્સ ત્રીજા સ્થાને રહી હતી. લીગ રાઉન્ડમાં ગુજરાતે આઠમાંથી પાંચ મેચ જીતી હતી અને દિલ્હીએ આઠમાંથી ચાર મેચ જીતી હતી.
