કેટલીક મહિલાઓ એવી હોય છે જેમને યોનિમાર્ગમાં ગેસ થાય છે.અને સામાન્ય ફાર્ટની જેમ, યોનિમાંથી પણ ગેસ નીકળે છે. આ દરમિયાન, એક હળવો અવાજ ઉત્પન્ન થાય છે, જેને આપણે યોનિમાર્ગ ફાર્ટ કહીએ છીએ. મહિલાઓ આને લઈ ખુબ કન્ફયુઝ હોય છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.
જો તમને પણ યોનિમાર્ગમાં ગેસ થાય છે. તો ડરવાની જરુર નથી.વજાઈનામાં ગેસ થવો એક સામાન્ય સમસ્યા છે. તો ચાલો આજે આપણે વુમન્સ હેલ્થમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ.
યોનિમાર્ગ ગેસ એ એવી સ્થિતિ છે. જેમાં હવા યોનિમાર્ગમાં ફસાઈ જાય છે. હવાના પરપોટા થાય છે, અને તે ધીમે ધીમે બહાર નીકળી જાય છે, જેનાથી થોડો અવાજ ઉત્પન્ન થાય છે. પેટનું ફૂલવું અને યોનિમાર્ગ ગેસ સમાન અવાજ કરી શકે છે.
યોનિમાર્ગમાં ગેસ બનવાનું મુખ્ય કારણ શારીરિક સંબંધો છે. ઘણી વખત ઈન્ટિમેન્સી દરમિયાન, હવા યોનિમાં ફસાઈ જાય છે અને તેના કારણે ફાર્ટ્સ પણ થાય છે.તેમજ જો તમે પીરિયડ્સ દરમિયાન ટેંપૂન કે મેન્સ્ટુઅલ કપનો ઉપયોગ કરી રહ્યા છો. તો આને બહાર કાઢતી વખતે વજાઈનામાં ગેસ ફસાય જાય છે.
આ વજાઈનામાંથી બહાર નીકળતા ગેસને વજાઈનલ ગેસ કે પછી વજાઈનલ ફાર્ટ પણ કહેવામાં આવે છે. કેટલીક વખત કેટલાક કારણોથી વજાઈનાના મસલ્સમાં સ્ટ્રેસ વધી જાય છે અને આ કારણે પણ ગેસ થાય છે.
બાળજન્મ દરમિયાન પેલ્વિક અંગો પર દબાણ આવે છે. તેથી, ઘણી વખત સ્ત્રીઓને પ્રસૂતિ પછી પણ યોનિમાર્ગ ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે.જો પેલ્વિક ફ્લોર સ્નાયુઓ નબળા હોય, તો યોનિમાર્ગમાં ગેસ બનવા લાગે છે.
ક્યારેક હેવી કસરત અથવા કેટલાક યોગાસનોને કારણે પણ આવું થાય છે. યોનિમાર્ગમાં ગેસનું નિર્માણ એકદમ સામાન્ય છે. તમારે તેના વિશે ચિંતા કરવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરની જરુર સલાહ લો.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all picture:canva)