Final Up to date:
દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા.
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો છે. અનંત અંબાણી હાલમાં જામનગર સ્થિત તેમના નિવાસસ્થાનથી દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા કરી રહ્યા છે. તેઓ પગે ચાલીને 140 કિલોમીટર જેટલું અંતર કાપીને દ્વારકા દર્શન કરવા માટે પહોંચશે. આ પદયાત્રા, 10 એપ્રિલે તેમના 30મા જન્મદિવસ પહેલા તેમના ધાર્મિક પાલનનો એક ભાગ છે. ગુરુવારની વહેલી સવારે, આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. બાબા બાગેશ્વર પણ તેમની સાથે ખુલ્લા પગે ચાલ્યા હતા. લોકો બાબા બાગેશ્વરને તેમના ધાર્મિક પ્રવચનો અને સનાતન ધર્મના હિમાયત માટે વ્યાપકપણે માને છે.
બાબા બાગેશ્વરે શું કહ્યુ?
દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. બાબા બાગેશ્વરે અનંત અંબાણી સાથે ખુલ્લા પગે અને જુસ્સા સાથે પદયાત્રામાં જોડાયા. આ પદયાત્રા દરમિયાન બાબા બાગેશ્વર સાથે ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા સાથે પણ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા પ્રિય મિત્ર અનંત અંબાણી ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાની સાથે સનાતન સંસ્કૃતિની પદયાત્રા કરી રહ્યા છે. હું મારી દિલ્હીથી વ્રજ સુધીની નિર્ધારિત પદયાત્રા પહેલા દ્વારકા પદયાત્રામાં આવ્યો છું.”
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, “જેમને દ્વારકાધીશ ભગવાન બોલાવે છે તે જ દ્વારકા જઈ શકે છે. ભગવાનને તેમના ભક્તને બોલાવ્યા છે. અમારા પ્રિય અનંત અંબાણી બધાને લઈને જઈ રહ્યા છે. સનાતન સંસ્કૃતિ સાથે તેમનું પહેલાથી જ જોડાણ છે. તેઓ કોઈપણ કામ કરે છે ત્યારે પહેલા જ દેવી-દેવતાઓ પ્રત્યેનું સમર્પણ દેખાય છે. એટલે જ ભગવાનનો વિશેષ પ્રેમ તેમની પર છે.”
અનંત અંબાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા હંમેશા ભગવાન દ્વારકાધીશને યાદ કરે છે. તેમણે કહ્યું, “આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધીની છે. મારી પદયાત્રા ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે. હું યુવાનોને કહેવા માંગુ છું કે, ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લો. તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હશે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી.”
Jamnagar,Gujarat
April 04, 2025 11:45 AM IST