Vadodara Information: ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

Vadodara Information: ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

વર્લ્ડ WORLD
Spread the love



વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ખળભળાટ મચાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ઘરકંકાસની ઘટના હિંસક વળાંક લેતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર વાર કર્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *