Final Up to date:
સોમવારે 26 જાન્યુઆરીના રોજ નકવીએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને વર્લ્ડ કપને લઈને ચર્ચા કરી હતી.
ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમ ભાગ લેશે કે નહીં, તેને લઈને નિર્ણય ટાળી દેવાયો છે. બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કર્યા બાદ વર્લ્ડ કપના બહિષ્કારની ધમકી આપનારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે તે ટૂર્નામેન્ટમાં ભાગીદારી પર નિર્ણય આગામી થોડા દિવસમાં લેશે. પાકિસ્તાની બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સોમવાર 26 જાન્યુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને આ મુદ્દા પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ નકવીએ એલાન કર્યું કે ટૂર્નામેન્ટમાં રમવાને લઈને નિર્ણય શુક્રવાર (30 જાન્યુઆરી) અથવા પછી સોમવાર (2 ફેબ્રુઆરી)ના રોજ લેવામાં આવશે.
સોમવારે 26 જાન્યુઆરીના રોજ નકવીએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને વર્લ્ડ કપને લઈને ચર્ચા કરી હતી. લગભગ એક કલાકની મુલાકાત બાદ નકવીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે પ્રધાનમંત્રીએ તમામ વિકલ્પો ખુલ્લા રાખતા આ મામલાનું નિવારણ લાવવા કહ્યું છે અને નિર્ણય સોમવાર સુધીમાં લેવાશે. નકવીએ લખ્યું કે પ્રધાનમંત્રીને આઈસીસીના મુદ્દા પર જાણકારી આપી અને તેમણે નિર્દેશ આપ્યા છે કે તમામ વિકલ્પ ખુલ્લા રાખતા મામલાનું નિવારણ લાવવામાં આવે. આ વાત પર સહમતિ બની છે કે અંતિમ નિર્ણય શુક્રવાર (30 જાન્યુઆરી) અથવા સોમવાર (2 ફેબ્રુઆરી)ના રોજ લેવાશે.
આ બેઠકની ઠીક પહેલા પાકિસ્તાની મીડિયામાં મોટો દાવો કર્યો હતો. જે અનુસાર, પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં તો ભાગ લેશે પણ ભારત વિરુદ્ધ 15 ફેબ્રુઆરીના રોજ થનારી મેચનો બહિષ્કાર કરી શકે છે. એટલે કે ટીમ આ મેચને છોડીને બાકીની તમામ મેચો રમી શકે છે. માનવામાં આવતું હતું કે શાહબાઝ શરીફ સાથે બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા થઈ હશે, જે બાદ સત્તાવાર નિર્ણય લેવામાં આવશે. જો કે હવે પાકિસ્તાની બોર્ડે પોતાનો ડ્રામા આગામી હજુ થોડા દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ગત 24 જાન્યુઆરીના રોજ પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવા પર નિર્ણય દેશની સરકાર કરશે અને જેવું કહેવાશે તેવું જ બોર્ડ કરશે. નકવીનું આ નિવેદન ત્યારે આવ્યું હતું, જ્યારે આઈસીસીએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કર્યું હતું.

