T20 World Cup 2026: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે વધ્યું ICCનું ટેન્શન, ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક શરૂ કર્યું

T20 World Cup 2026: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે વધ્યું ICCનું ટેન્શન, ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક શરૂ કર્યું

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

દુબઈમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સુરક્ષા અને સુવિધા સંબંધિત વ્યાપક આપાતકાલીન વિકલ્પ યોજના સક્રિય કરી છે.

ICC T20 વર્લ્ડ કપ 2026
ICC T20 વર્લ્ડ કપ 2026

અમદાવાદ: દુબઈમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સુરક્ષા અને સુવિધા સંબંધિત વ્યાપક આપાતકાલીન વિકલ્પ યોજના સક્રિય કરી છે. હાલ ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ દરમિયાન જોડાયેલા ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ, આયોજકો, પ્રસારણ ટીમ, સ્પોન્સર્સ અને ચાહકોની સેફ્ટી, મુસાફરીમાં કોઈ સમસ્યા ન આવે તે માટે ICC સતત પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે.

ICCના જણાવ્યા મુજબ દુબઈમાં થયેલા હુમલાની સ્થિતિને પગલે ટુર્નામેન્ટ પર સીધી અસર નથી પડી. તેમ છતાં પ્લેયર્સ, ટીમ મેનેજમેન્ટ, મેચ ઓફિશિયલ્સ, બ્રોડકાસ્ટ ટીમ્સ અને ઇવેન્ટ સ્ટાફ સહિતના ઘણા લોકો પોતાના વતન પરત ફરવા માટે ગલ્ફ દેશોના હબ એરપોર્ટ પર આધારિત રહે છે. ખાસ કરીને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ડી-એક્સ-બી) મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ICCના સ્પોક્સપર્સને જણાવ્યું કે ઇવેન્ટ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની સેફ્ટી અને સુરક્ષા સૌથી મોટી પ્રાયોરિટી છે. ટ્રાવેલ, લોજિસ્ટિક્સ અને સિક્યુરિટી ટીમોને તરત જ એકત્રિત કરવામાં આવી છે અને 24 કલાક કામ કરીને દરેક સ્ટેકહોલ્ડરને કોઈ પણ અડચણ વગર સલામત રીતે વતન પરત મોકલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

ICC ટ્રાવેલ અને લોજિસ્ટિક્સ ટીમ મેજર ઇન્ટરનેશનલ કેરિયર્સ સાથે કોઓર્ડિનેશન કરી રહી છે જેથી યુરોપ, સાઉથ એશિયા અને સાઉથ-ઈસ્ટ એશિયાના હબ મારફતે અલ્ટરનેટિવ રૂટિંગ ઓપ્શન ઉપલબ્ધ થઈ શકે. સિક્યુરિટી કન્સલ્ટન્ટ્સ સંબંધિત ઓથોરિટીઝ સાથે સંપર્કમાં છે અને સિચ્યુએશન અનુસાર રિયલ-ટાઇમ એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવશે.

આ સાથે જ ડેડિકેટેડ આઈસીસી ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક એક્ટિવેટ કરવામાં આવ્યો છે, જે સ્ટેકહોલ્ડર્સને જરૂરી ગાઇડન્સ અને આસિસ્ટન્સ પૂરી પાડશે. ફેન્સને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઓફિશિયલ એડવાઇઝરી ફોલો કરે અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પહેલાં તમામ ફેક્ટર્સ કન્સિડર કરે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ સ્મૂથલી આગળ વધી રહ્યું છે અને સિચ્યુએશન મુજબ અપડેટ્સ આપવામાં આવશે. આઈસીસીનું લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપ 2026નું સેફ અને સક્સેસફુલ કન્ક્લૂઝન સુનિશ્ચિત કરવાનો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *