બાંગ્લાદેશ ટી20 વર્લ્ડ કપ રમશે કે નહીં તેનું કોકડું હજુ ગુંચવાયેલું છે. BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)એ ટી20 વર્લ્ડ કપની મેચોને ભારત બહાર ગોઠવવાની માંગણી પકડી રાખી છે, આવામાં શિડ્યુલમાં છેલ્લી ઘડીએ ફેરફારો કરવા શક્ય નથી ત્યારે ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે, જો બાંગ્લાદેશની ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય તો તેની જગ્યાએ રેંકિંગના આધારે સ્કોટલેન્ડની એન્ટ્રી થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. આ મામલે આજે એક મહત્વની સ્પષ્ટતા થઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમની સુરક્ષાનો મામલો ઉઠાવીને ભારતમાં રમવા નહીં આવવાનો નિર્ણય લીધો છે, 7 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડ કપનો સહિયારો આરંભ થઈ રહ્યો છે. જેમાં ભારતની સાથે શ્રીલંકા પણ યજમાન છે, આવામાં બાંગ્લાદેશ પોતાની મેચોને શ્રીલંકામાં ગોઠવવા માટે ICCને આજીજી કરી રહ્યું છે. (Picture Credit score: PTI)

