ચીને આ વર્ષે ગોલ્ડ માર્કેટમાં સૌથી કડક નિર્ણય લીધો છે. દુનિયામાં સોનાના ભાવ રેકોર્ડ હાઈ લગભગ 4600 ડોલર પ્રતિ ઔંસે પહોંચી ગયા છે. જેના કારણે સટ્ટાબાજી, ઝડપી ખરીદ-વેચાણ અને અચાનક થનારી મોટી હલચલનું જોખમ વધી જાય છે. આ રિસ્કને રોકવા માટે ચીનના સેન્ટ્રલ બેન્ક PBOCએ જાહેરાત કરી કે હવે દેશમાં ગોલ્ડ ટ્રેડિંગ પર પહેલાં કરતાં વધુ કડક નજર રાખવામાં આવશે. આ સંભાળવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી. આવું ચીનનું કહેવું છે, પરંતુ તેનો અર્થ અલગ જ છે. કોણ સોનું ખરીદી રહ્યું છે, કોણ વેચી રહ્યું છે, કેટલા પ્રમાણમાં ટ્રેડ થઈ રહ્યું છે અને ક્યાંય કોઈ ગરબડ કે નિયમોનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું, આ બધા પાસાઓ પર રિયલ-ટાઈમ મોનીટરીંગ થશે. અહીં તેને વિસ્તારપૂર્વક સમજીશું.

