Surya Grahan 2026 Science Information: નવા વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ ક્યારે લાગશે? આ દિવસે આકાશમાં Ring of Fireplace અદ્ભૂત નજારો જોવા મળશે. જેને લઈને કુતૂહલ વધી રહ્યું છે. ખાસ કરીને ખગોળ પ્રેમીઓ જાણવા માંગે છે કે આગામી વર્ષે ગ્રહણ ક્યારે લાગશે? શું વર્ષ 2026 માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોઈ શકાશે? ચાલો જાણીએ 2026 ના પ્રથમ સૂર્યગ્રહણની તારીખ, સમય અને તેના સૂતક વિશેની તમામ વિગતો.
17 ફેબ્રુઆરી 2026: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ
વર્ષ 2026 નું પ્રથમ ગ્રહણ સૂર્યગ્રહણ હશે, જે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ લાગશે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ (Annular Photo voltaic Eclipse) હશે. આ પ્રકારના ગ્રહણમાં ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકતો નથી, પરિણામે સૂર્યની કિનારીઓ તેજસ્વી કુંડાળા (રિંગ) જેવી દેખાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં રિંગ ઓફ ફાયર (Ring of Fireplace) કહેવામાં આવે છે.
શું ભારતમાં દેખાશે આ સૂર્યગ્રહણ?
ભારતના લોકો માટે આ મામલે થોડી નિરાશાજનક માહિતી છે. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ લાગનારું આ પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેથી, ભારતમાં તેના સૂતક કાળના નિયમો પણ લાગુ થશે નહીં.
ક્યાં ક્યાં જોઈ શકાશે રિંગ ઓફ ફાયર?
આ અદ્ભુત ખગોળીય નજારો વિશ્વના અમુક જ ભાગોમાં જોવા મળશે:
મુખ્ય વિસ્તારો: એન્ટાર્કટિકા, દક્ષિણ-પૂર્વ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો.
મહાસાગરો: પ્રશાંત, હિંદ અને એટલાન્ટિક મહાસાગરના અમુક હિસ્સાઓ.
એન્ટાર્કટિકાના કોનકોર્ડિયા સ્ટેશન પર આ વલયાકાર ફેઝ (Annular Part) 2 મિનિટ અને 1 સેકન્ડ સુધી ચાલશે.
સોનું સમજી પત્થર તોડતો રહ્યો, પછી ખબર પડી કે આતો…
દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ (Partial Photo voltaic Eclipse) જોવા મળશે, પરંતુ તે ઘણું સૂક્ષ્મ હશે.
વર્ષ 2026 નું બીજું સૂર્યગ્રહણ ક્યારે?
વર્ષ 2026 માં કુલ બે સૂર્યગ્રહણ થશે. પ્રથમ ફેબ્રુઆરીમાં થયા બાદ બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026 ના રોજ લાગશે. આ એક પૂર્ણ સૂર્યગ્રહણ (Whole Photo voltaic Eclipse) હશે. જોકે, આ ગ્રહણ પણ ભારતમાંથી જોઈ શકાશે નહીં.
Science News: વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે કૂતુહલ જગાવનારા વિશેષ લેખ અહીં વાંચો
વર્ષ 2026 ના બંને સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાવાના નથી, પરંતુ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો માટે ‘રિંગ ઓફ ફાયર’ અને ‘પૂર્ણ સૂર્યગ્રહણ’ નો નજારો અભ્યાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
