Final Up to date:
આજકાલ સોશિયલ મીડિયા પર ‘કોરિયન ગ્લાસ સ્કીન’ (Korean Glass Pores and skin)નો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે, તેની ત્વચા કોઈ પણ ડાઘ વગર સાફ અને ચમકદાર દેખાય. આ માટે લોકો હજારો રૂપિયા કોસ્મેટિક્સ અને પાર્લર પાછળ ખર્ચે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા રસોડામાં રહેલા આ નાના બીજથી તમારી ત્વચા ગ્લો કરશે, અને એક સમયે હિરાની જેમ ચમકવા લાગશે.
Chia Seeds Gel for Face: શું તમે જાણો છો કે, જે ચિયા સીડ્સને ‘સુપરફૂડ’ કહેવામાં આવે છે, તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને કોરિયન બ્યુટી રૂટિનમાં ‘ગ્લો કરતી સ્કીન’ મેળવવા માટે ચિયા સીડ્સ જેલનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી-ઓક્સિડન્ટ અને વિટામિન્સ ત્વચાને હાઇડ્રેટ રાખવા અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. સારી વાત એ છે કે, તમે ઘરે જ ખૂબ જ સરળતાથી ચિયા સીડ્સ જેલ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે, ગ્લો કરતી ચમકતી સ્કીન માટે ચિયા સીડ્સ જેલ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
2 મોટી ચમચી ચિયા સીડ્સ
1 કપ પાણી
લેવેન્ડર અથવા ટી ટ્રી ઓઈલના થોડા ટીપાં
1 નાની ચમચી એલોવેરા જેલ

સૌથી પહેલા એક સાફ વાટકીમાં ચિયા સીડ્સ લો અને તેમાં 1 કપ પાણી ઉમેરો.
હવે ચમચી વડે તેને બરાબર મિક્સ કરો. 10-15 મિનિટમાં આ બીજ પાણી શોષી લેશે અને જેલ જેવા બની જશે.
હવે તેને 30 મિનિટથી 1 કલાક સુધી આમ જ રહેવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી તેમાં ગાંઠો ન પડે.
જો તમારે એકદમ સ્મૂધ જેલ જોઈતું હોય, તો તમે તેને ગરણી વડે ગાળી શકો છો.
હવે જો તમે ઈચ્છો તો તેમાં એલોવેરા જેલ અથવા એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં ઉમેરી શકો છો.
તૈયાર જેલને એક સાફ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો. આ જેલ લગભગ 1 અઠવાડિયા સુધી વાપરી શકાય છે.
ચહેરો બરાબર સાફ કર્યા પછી ચિયા સીડ્સ જેલનું એક જાડું પડ ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ત્વચા સોફ્ટ અને હાઇડ્રેટેડ થઈ જાય છે. તમે અઠવાડિયામાં 2-3 વાર આ રીતે લગાવી શકો છો. આંખોની નીચે થોડું જેલ લગાવીને 10-15 મિનિટ માટે રહેવા દો. આનાથી સોજો ઓછો થાય છે અને આંખોની આસપાસનો એરિયા ફ્રેશ લાગે છે.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

