Sheermal Roti Recipe: સોફ્ટ અને ટેસ્ટી શીરમાલ રોટી આ રીતે ઘરે જ બનાવો, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે

Sheermal Roti Recipe: સોફ્ટ અને ટેસ્ટી શીરમાલ રોટી આ રીતે ઘરે જ બનાવો, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

શીરમાલ એ માત્ર રોટલી નથી, પણ એક શાહી અનુભવ છે. કેસર, દૂધ અને દેશી ઘીના સંગમથી બનતી આ મીઠી રોટલી ઈદ અને રમઝાનના તહેવારોમાં બનાવવામાં આવે તો, ખાવાની મજા પડી જાય છે. ચાલો આજે અમે તમને ‘શીરમાલ રોટલી’ કેવી રીતે બનાવવી એ જણાવી દઈએ.

શીરમાલ રોટી બનાવવાની રીત
શીરમાલ રોટી બનાવવાની રીત

ભારતીય ફૂડ કલ્ચરમાં લખનૌની મુગલાઈ વાનગીઓનો એક અલગ જ દબદબો છે. કબાબ અને બિરયાની સિવાય લખનૌની જે વાનગી વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે છે ‘શીરમાલ’ (Sheermal). આ એક ઈરાની મૂળની મીઠી રોટલી છે, જે લોટને બદલે મૈદા, દૂધ અને કેસરના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. જો તમે પણ તહેવારના પ્રસંગે કંઈક ખાસ અને શાહી બનાવવા માંગતા હોય, તો શીરમાલ રોટલી એક ઉત્તમ વિકલ્પ છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત…

શીરમાલ રોટી બનાવવા માટેની સામગ્રી

1 કપ મેંદો

1/2 કપ દૂધ

1/2 કપ દેશી ઘી

1 ચમચી ખાંડ

1 નાની ચમચી બેકિંગ પાવડર

1/2 નાની ચમચી ઈલાયચી પાવડર

1/4 નાની ચમચી કેસર

મીઠું સ્વાદ મુજબ

શીરમાલ રોટી બનાવવાની રીત

સૌ પ્રથમ એક ઊંડા વાસણમાં મેંદો લો. તેમાં દેશી ઘી, ખાંડ અને બેકિંગ પાવડર નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. એક નાની વાટકીમાં કેસર અને 1 ચમચી ગરમ પાણી નાખીને દ્રાવણ તૈયાર કરો. હવે આ કેસરના દ્રાવણને મેંદાના મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે તેમાં ઈલાયચી પાવડર અને ચપટી મીઠું નાખો. ત્યારબાદ થોડું-થોડું દૂધ ઉમેરતા જઈને નરમ લોટ બાંધી લો. લોટ બાંધ્યા પછી તેને કપડાથી ઢાંકીને લગભગ 20 મિનિટ માટે રાખી દો, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય.

20 મિનિટ પછી લોટના એકસરખા કદના લુઆ બનાવી લો. હવે એક લુઓ લઈને તેને ગોળ આકારમાં વણી લો. ધ્યાન રાખવું કે રોટી થોડી જાડી જ રાખવી. વણેલી રોટલી પર કાંટા ચમચી અથવા ટૂથપિકની મદદથી જગ્યાએ જગ્યાએ નાના કાણાં પાડી દો, જેથી રોટી અંદરથી સારી રીતે શેકાઈ જાય.

હવે એક નોનસ્ટિક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેના પર રોટલી નાખીને શેકો. જ્યારે રોટલી એક તરફથી હલકી ફૂલવા લાગે ત્યારે તેને પલટાવી દો અને બીજી તરફથી પણ શેકો. ત્યારબાદ રોટલીને ગેસ પર રાખીને બંને તરફથી હલકી સોનેરી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર રોટી પર ઉપરથી દેશી ઘી લગાવો. આ જ રીતે બાકીના લુઆમાંથી પણ શીરમાલ રોટી બનાવીને તૈયાર કરી લો.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *