Share Market Holidays : BSE, NSE માર્ચના છેલ્લા અઠવાડિયામાં 4 દિવસ બંધ રહેશે, જૂઓ શેરબજાર 2026 રજા યાદી

Share Market Holidays : BSE, NSE માર્ચના છેલ્લા અઠવાડિયામાં 4 દિવસ બંધ રહેશે, જૂઓ શેરબજાર 2026 રજા યાદી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Holidays 2026 Listing : ભારતીય શેરબજારમાં 23 માર્ચથી શરૂ થનાર નવા અઠવાડિયામાં માત્ર 4 દિવસ ટ્રેડિંગ થશે. આ સાથે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં શેરબજારમાં બહુ ઓછા દિવસ ટ્રેડિંગ થશે. એટલે કે માર્ચ મહિનાના છેલ્લા 8 દિવસમાં બીએસઈ અને એનએસઈ પર ટ્રેડિંગ થશે નહીં. જેમા સાપ્તાહ રજાઓ ઉપરાંત રામનવમી અને મહાવીર જયંતીની રજાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇયે કે, માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2025-26નો છેલ્લો મહિનો પણ હશે.

શેરબજારમાં માર્ચ મહિનાની રજાઓ

રામ નવમીના અવસર પર 26 માર્ચે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. ત્યારબાદ શનિવાર અને રવિવારે સપ્તાહિક રજાના કારણે 28 માર્ચ અને 29 માર્ચ શેરબજાર પણ બંધ રહેશે. તો માર્ચ મહિનાની છેલ્લી તારીખ 31 માર્ચે મહાવીર જયંતી નિમિત્તે પણ શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેવાનું છે.

આ રજાઓ દરમિયાન ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કોમોડિટીઝ, એસએલબી સેગમેન્ટ અને બજાર સાથે જોડાયેલા અન્ય પ્લેટફોર્મ પર ટ્રેડિંગ થશે નહીં. જો કે, એમસીએક્સ પર ટ્રેડિંગ માત્ર અડધા દિવસ માટે બંધ રહેશે અને સાંજના ટ્રેડિંગ પેટર્ન પર ફરી શરૂ થશે.

રામ નવમી 2026 (Ram Navami 2026)

રામનવમી અવસર પર 26 માર્ચે બીએસઈ અને એનએસઈ પર રજા રહેવાની છે. હિન્દુ પુરાણ અનુસાર ત્રેતા યુગમાં ચૈત્ર સુદ નોમ તીથિ પર અયોધ્યાના રાજ દશરથના ઘરે ભગવાન રામનો જન્મ થયો હતો. 

મહાવીર જયંતી 2026

મહાવીર જયંતી 2026 31 માર્ચ, 2026ના રોજ ઉજવવામાં આવશે, જે જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતિ છે.

2026 શેરબજાર રજા યાદી

ક્રમ તારીખ દિવસ તહેવાર
1 26 માર્ચ ગુરુવાર રામ નવમી
2 31 માર્ચમંગળવાર મહાવીર જયંતી
3 3 એપ્રિલ શુક્રવાર ગુડ ફ્રાઈડે
4 14 એપ્રિલ મંગળવાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
5 1 મે શુક્રવાર મહારાષ્ટ્ર દિવસ
6 28 મે ગુરુવાર બકરી ઈદ
7 26 જૂન શુક્રવાર મોહરમ
8 15 સપ્ટેમ્બર સોમવાર ગણેશ ચતુર્થી
9 2 ઓક્ટોબર શુક્રવાર મહાત્મા ગાંધી જયંતી
10 20 ઓક્ટોબર મંગળવાર દશેરા
11 10 નવેમ્બર મંગળવાર દિવાળી – બાલીપ્રતિપાડ
12 24 નવેમ્બર મંગળવાર ગુરુ નાનક જયંતિ
13 25 ડિસેમ્બર શુક્રવાર ક્રિસમસ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *