RTE admission 2026-27: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. RTE અંતર્ગત પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા આગામી એપ્રિલ મહિનામાં શરુ થશે આ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ક્યારથી શરુ થશે અરજી પ્રક્રિયા
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.
જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 16 મી માર્ચ સુધી શરૂ છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 4-4-2026થી 17-4-2026 સુધીમાં અરજી કરી શકાશે.
RTE માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા
અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2026-27 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
અરજી કરતા પહેલા આ દસ્તાવેજો તૈયાર રાખો:
- બાળકનું જન્મનું પ્રમાણપત્ર.
- પિતા/માતાનું આધાર કાર્ડ.
- રહેઠાણનો પુરાવો: વીજળી બિલ, પાણી બિલ, પાસપોર્ટ કે રેશન કાર્ડ. (જો આ ન હોય તો જ રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર પડશે).
- આવકનું પ્રમાણપત્ર: સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું લેટેસ્ટ પ્રમાણપત્ર.
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય).
- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
કરિયર સંબંંધી આ સમાચાર પણ વાંચો
RTE પ્રવેશ માટેની જાહેરાત
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન રજીસ્ટ્રેશન: રાજ્યના સત્તાવાર RTE પોર્ટલ પર જઈને નવું એકાઉન્ટ બનાવો.
- વિગતો ભરો: બાળકની જન્મ તારીખ, માતા-પિતાનું નામ અને સરનામાની સચોટ વિગતો ભરો.
- શાળાની પસંદગી: તમારા ઘરની આસપાસની શાળાઓને પસંદગીના ક્રમમાં ગોઠવો.
- દસ્તાવેજ અપલોડ: જરૂરી તમામ અસલ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- લોટરી સિસ્ટમ: જો અરજીઓ વધુ હોય, તો પારદર્શક કોમ્પ્યુટરાઈઝ્ડ લોટરી દ્વારા નામ જાહેર કરવામાં આવશે.
- પ્રવેશની પુષ્ટિ: લોટરીમાં નામ આવ્યા બાદ, અસલ દસ્તાવેજો સાથે ફાળવેલ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવો.
