Realme 5G સ્માર્ટફોન 7000mAh ટાયટન બેટરી સાથે લોન્ચ, કિંમત ₹ 14,000થી ઓછી

Realme 5G સ્માર્ટફોન 7000mAh ટાયટન બેટરી સાથે લોન્ચ, કિંમત ₹ 14,000થી ઓછી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Realme C83 5G Launch Worth In India : રિયલમી સી 83 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Realme C83 5G સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર અને 7000mAh ટાયટન બેટરી સાથે રજૂ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ રિયલમી 5જી ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા આપ્યો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 7 માર્ચ, 2026થી શરૂ થશે.

Realme C83 5G કિંમત

રિયલમી C83 5G સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં રજૂ કરાયો છે. તેના 4GB રેમ + 64GB સ્ટોરેજ વાળા બેઝ વેરિયન્ટની કિંમત 13,499 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,499 રૂપિયા અને 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 17,499 રૂપિયા છે. લેટેસ્ટ રિયલમી 5જી સ્માર્ટફોન બ્લૂમિંગ પર્પલ અને સ્પ્રાઉટિંગ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.

Realme C83 5G ડિસ્પ્લે 

રિયલમી C83 5G સ્માર્ટફોનમાં 6.8 ઇંચની HD+ (720×1,570 પિક્સલ) LCD સ્ક્રીન આવે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 900 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોનની ડિસ્પ્લે 16.7 મિલિયન કલર્સ સપોર્ટ કરે છે અને તેનો ટચ સેમ્પલિંગ રેટ 180Hz છે.

Realme C83 5G પર્ફોર્મન્સ

પર્ફોર્મન્સની વાત કરીયે તો રિયલમી Realme C83 5G સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 ચિપસેટ આવે છે, જે 6nm પ્રોસેસર પર બનેલું છે. તેમા ઓક્ટા કોર CPU મળે છે, જેમા બે Cortex-A76 કોર 2.4GHz ની ક્લોક સ્પીડ પર કામ કરે છે. આ ચિપસેટ મલ્ટિટાસ્કિંગ, ગેમિંગ અને 5જી કનેક્ટિવિટીનો સારો અનુભવ આપે છે.

Realme C83 5G કેમેરા

રિયલમી C83 5G સ્માર્ટફોનમાં સિંગલ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા છે. તેનો અપર્ચર f/2.2 છે અને તે 77 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ અને ઓટો ફોકસ સપોર્ટ કરે છે. આ ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ રિયલમી ફોન થી 30 fps પર 1080p વીડિયો રેકોર્ડ કરી શકાય છે.

Realme C83 5G બેટરી અને સોફ્ટવેર 

રિયલમી C83 5G સ્માર્ટફોનમાં 7000mAh ની ટાયટન બેટરી આપી છે. આ ફોનમાં 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ Realme UI 7.0 પર રન કરે છે. આ સ્માર્ટફોને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે  IP64 રેટિંગ મેળવ્યું છે.

આ પણ વાંચો | સૌથી સ્લીમ Nothing Phone લોન્ચ; આકર્ષક ડિઝાઇન અને AI ફીચર્સ

Realme C83 5G કનેક્ટિવી

નવા રિયલમી 5G સ્માર્ટફોન ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે. તેમા 5G, 4G LTE, USB Sort-C પોર્ટ, 3.5mm ઓડિયો જેક, BeiDou, GPS, GLONASS, Galileo, અને QZSS કનેક્ટિવિટી મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *