RBI MPC Assembly February 2026: આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર કરશે. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બજેટ 2026-27 બાદ પ્રથમ ધિરાણનીતિ જાહેર કરવાના છે, જેમા વ્યાજદર ઘટાડશે કે નહીં તેના વિશે ઘણી મૂંઝવણ છે.
-
Feb 06, 2026 09:22 IST
ડિસેમ્બર 2026માં RBI એ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો
ડિસેમ્બર 2026ની મોનેટરી પોલિસીમાં આરબીઆઈ એ રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો હતો. રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન સહિત વિવિધ નવી બેંક લોનના વ્યાજદર ઘટયા હતા. આ સાથે જ ચાલુ બેંક લોનના ઇએમઆઈમાં પણ ઘટાડો થયો હતો.
-
Feb 06, 2026 09:18 IST
RBI મોનેટરી પોલિસીના નિર્ણય આજે જાહેર થશે
રિઝર્વ બેંક મોનેટરી પોલિસી મિટિંગમાં દર બે મહિને નીતિગત વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીના સભ્યોની બેઠક યોજાઇ હતી. RBIની મોનેટરી પોલિસીમાં ગવર્નર સંજ મલ્હોત્રા સહિત કુલ 6 સભ્યો છે.
-
Feb 06, 2026 09:15 IST
રિઝર્વ બેંક આજે 10 વાગે ધિરાણનીતિ જાહેર થશે, શું હોમ લોન ઘટશે?
આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર કરશે. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બજેટ 2026-27 બાદ પ્રથમ ધિરાણનીતિ જાહેર કરવાના છે, જેમા વ્યાજદર ઘટાડશે કે નહીં તેના વિશે ઘણી મૂંઝવણ છે.
