બોલિવૂડની સદાબહાર એક્ટ્રેસ રેખાની ઓળખાણ આપવાની વધારે જરૂર નથી. હિન્દી ફિલ્મ જગતની આ દિગ્ગજ અદાકાર સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. દરેક પ્રકારનાં રોલમાં રેખા ફિટ બેસે છે. રેખા આજે ભલે ફિલ્મોમાં એક્ટિવ ન હોય, પરંતુ સોશિયલ મીડિયામાં કોઈને કોઈ રીતે હંમેશા છવાયેલી રહેતી હોય છે. આમ, રેખા પ્રોફેશનલ લાઇફને લઈને ભલે સક્સેસ હોય, પરંતુ પર્સનલ લાઇફ અનેક વિવાદોથી ભરેલી છે. રેખા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ જેમિની ગણેશનની દીકરી છે, જેમિનીએ ત્રણ લગ્ન કર્યા હતા. રેખાને એક નહીં, પરંતુ 6 બહેનો અને એક ભાઈ છે. જો કે રેખા સિવાય બધા જ લાઇમલાઇટથી દૂર રહે છે.

