How To Get Rid Onion Scent Type Mouth: ઉનાળામાં ડુંગળીનું સેવન વધી જાય છે. ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી અને શરીરનં ઠંડક આપે છે. જો કે ડુંગળી ખાધા બાદ મોંમાં વાસ આવે છે, જે ઘણી વખત વ્યક્તિને શરમજનક પરિસ્થિતિમાં મૂકે છે. આવી સ્થિતિમાં મોં માથી ડુંગળીની દુર્ગંધ દૂર કરવા માટે અમુક દેશી રીત અજમાવી શકાય છે. આ ઘરેલુ ઉપચાર માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે.
લીંબુ કે સરકો (Vinegar)
ડુંગળી ખાધા પછી લીંબું નાંખેલું પાણી પીવાથી કે તેના કોગળા કરવાથી મોં માંથી વાસ જતી રહે છે.
સફરજન
સફરજનમાં રહેલા એન્ઝાઇમ ડુંગળીની ગંધના સલ્ફર સંયોજનોને તોડી નાખે છે. આમ ડુંગળી ખાધા બાદ સફરજનના થોડાક ટુકડા ખાઇ શકાય છે.
દહીં
દહીં પણ ડુંગળીની ગંધ ઓછી કરવામાં મદદ કરે છે. ડુંગળી ખાધા બાદ 3 – 4 ચમચી દહીં ખાવો. દહીં ખાવાથી ડુંગળીની દુર્ગંધ પણ દૂર થશે, સાથે સાથે પેટમાં ઠંડક પણ કરશે.
બ્રશ કરવું
ભોજન કર્યા બાદ બ્રશ કરવાથી અને જીભ સાફ કરવાથી પણ ડુંગળીની દુર્ગંધ દૂર થાય છે. જમ્યા બાદ બ્રશ કરવાથી દાંત પણ સાફ કરે છે.
એલચી
એલચી એક સુગંધિત વસ્તુ છે, જેનો ઉપયોગ મીઠાઇનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. ભોજન પુરું કર્યા બાદ છેલ્લે એક એલચી ચાવવો, જે મોં માંથી ડુંગળીની વાસ દૂર કરે છે.
વરિયાળી
ડુંગળી ખાધા બાદ મોં માંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે વરિયાળી ચાવવી જોઇએ. વરિયાળી સુગંધિત ગુણધર્મો હોય છે, જે ચાવવાથી લાળમાં બેક્ટેરિયલ ગતિવિધિઓમાં બદલાવ થાય છે જેના કારણે ડુંગળી ખાધા પછી આવતી વાસ દૂર કરે છે.
હાથ માંથી વાસ કેવી રીતે દૂર કરવી?
ઘણી વખત ડુંગળી કાપ્યા બાદ હાથ માંથી પણ વાસ આવે છે. આવી સ્થિતિમાં હાથ પર લીંબુનો રસ ઘસો, પછી સાદા પાણીથી ધોઇ નાંખો. તેનાથી ડુંગળીની વાસ જતી રહેશે.
આઈસ્ક્રીમમાં ભેળસેળ છે? આ બે સરળ રીતે ચેક કરો
ઉનાળાની ગરમીમાં આઇસ્ક્રીમ ખાવાથી શરીરને ઠંડક મળે છે. જો કે દૂધ અને દૂધની મીઠાઇની જેમ આઈસ્ક્રીમમાં પણ ભેળસેળ થાય છે. દૂધના બદલે કેમિકલ, ખાંડના બદલે કૃત્રિમ સ્વિટનર, કલર કેમિકલનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવા થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે સારી વાત એ છે કે, આઈસ્ક્રીમમાં ભેળસેળ છે કે નહીં તે ઘરે બેઠાં તપાસી શકાય છે. FSSAI એ આઈસ્ક્રીમમાં ભેળસેળ ચકાસવાની સરળ રીત જણાવી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

