મનોરંજન ન્યૂઝ | ક્યારેક ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ, કોઈ પાત્ર કે કાસ્ટિંગનો નિર્ણય દર્શકોમાં મોટી ચર્ચા જગાડે છે. તાજેતરમાં દિગ્દર્શક ડેવિડ ધવનની કોમેડી ફિલ્મ ‘હે જવાની તો ઇશ્ક હોના હૈ’ રિલીઝ થઇ હતી તેની ચર્ચા હવે શરૂ છે અને તે ચર્ચાના કેન્દ્રમાં અભિનેત્રી મૌની રોય છે.
મૌની રોય ટ્રોલિંગ ન્યૂઝ
ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી તરત જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચાલી રહ્યો હતો. કારણ કે 40 વર્ષીય મૌની રોય ફિલ્મમાં 39 વર્ષીય વરુણ ધવનની ‘મા’ની ભૂમિકા ભજવી રહી છે. જોકે સ્ટોરીમાં આ માતૃત્વનો સંબંધ વાસ્તવિક નથી, પરંતુ એક રમૂજી પરિસ્થિતિનો પાર્ટ છે, આ મુદ્દાને કારણે ઇન્ટરનેટ પર વ્યાપક ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
જોકે આ ટીકા મૌનીને બિલકુલ પરેશાન કરી ન હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે તેને દર્શકોની પ્રતિક્રિયાની બહુ પરવા નથી. તેના માટે એકમાત્ર બાબત એ હતી કે દિગ્દર્શક તેના કામથી સંતુષ્ટ છે કે નહીં.
મૌનીના શબ્દોમાં કહીએ તો, “લોકો શું કહે છે કે વિચારી રહ્યા છે તેની મને ચિંતા નહોતી. મને ખબર હતી કે મેં ફિલ્મમાં શું કર્યું છે. દિગ્દર્શક ખુશ હતા, મારા સહ-કલાકારોએ પણ મારા કામની પ્રશંસા કરી. મારા માટે આ સૌથી મહત્વની વાત છે.”
મૌની રોયનો ટ્રોલિંગ પર વળતો જવાબ
અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તેણે પહેલી વાર પાત્ર વિશે સાંભળ્યું ત્યારે તેણે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જ્યારે કાસ્ટિંગ ડિરેક્ટરે તેને વરુણ ધવનની ‘મા’ ની ભૂમિકા ઓફર કરી, ત્યારે તેની પહેલી પ્રતિક્રિયા પણ આશ્ચર્યજનક હતી. ત્યારબાદ દિગ્દર્શક ડેવિડ ધવન અને સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી, તે આખી વાતના કોમેડી પાસાને સમજી ગઈ હતી.
મૌનીના મતે, ફિલ્મની સ્ટોરી અને પરિસ્થિતિઓ એટલી રમુજી હતી કે તે હસવાનું રોકી શકી નહીં. તેથી જ તે પડકારજનક હોવા છતાં પણ આ ભૂમિકા ભજવવા માટે સંમત થઈ હતી.
માતા બનવાની છે સામંથા રૂથ પ્રભુ, પતિ રાજ નિદિમોરુ સાથે ટૂંક સમયમાં પહેલા બાળકનું કરશે સ્વાગત
અભિનેત્રીએ ડેવિડ ધવન પ્રત્યેના તેના આદરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, “ડેવિડ સરની ફિલ્મો હંમેશા મારા માટે ખાસ હોય છે. મેં તેમની કોમેડી ફિલ્મો ઘણી વખત જોઈ છે. તેથી હું તેમની સાથે કામ કરવાની તક ગુમાવવા માંગતી ન હતી.”
મુખ્યમંત્રી બન્યા પછી વિજયે પિતાને પહેલો પ્રશ્ન કયો કર્યો? માતાનો ખુલાસો
જોકે હે જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકો અને વિવેચકો તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હતો. વરુણ ધવન, મૃણાલ ટાગોર, પૂજા હેગડે, મનીષ પોલ, ચંકી પાંડે અને જીમી શેરગિલ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ હતી.
