MI IPL Schedule 2026 | આઈપીએલ 2026 : મુંબઈ ઇન્ડિયન્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

MI IPL Schedule 2026 | આઈપીએલ 2026 : મુંબઈ ઇન્ડિયન્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Mumbai Indians Schedule IPL 2026, Match Dates, Time, Venue, Participant Listing : આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. 28 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2026 માં રવિવારે 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. 

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ તબક્કામાં ચાર મેચ રમશે. તે દિલ્હી અને ગુવાહાટીમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમશે. હાર્દિક પંડયાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ચોથી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું સારું પ્રદર્શન રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે સતત જીતીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો.

જોકે આ પછી પાંચ વખતની ચેમ્પિયન ટીમને એલિમિનેટરમાં પંજાબ કિંગ્સે હરાવીને ટાઈટલ જીતવાની આશા પર અંત પાણી ફેરવી દીધું હતું. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2026માં નવી ટીમ સાથે એક ડગલું આગળ વધવા માંગશે.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2026 કાર્યક્રમ

  • 29 માર્ચ : મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ, સાંજે 7.30 કલાકે
  • 4 એપ્રિલ : મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, બપોરે 3.30 કલાકે
  • 7 એપ્રિલ : મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ, ગુવાહાટી, સાંજે 7.30 કલાકે
  • 12 એપ્રિલ : મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ, સાંજે 7.30 કલાકે

આઈપીએલ 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોબિન મિન્ઝ, શેરફેન રુધરફોર્ડ, રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, ડેનિશ માલેવાર, નમન ધીર, મિશેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, અથર્વ અંકોલેકર, મયંક રાવત, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કંડે, દીપક ચહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, મોહમ્મદ ઇઝહાર, અલ્લાહ ગઝનફર.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *