Leftover Rice Recipes In Gujarati: ચોખા એટલે કે ભારત દરેક ભારતીયના ઘરમાં બને છે. ગમે તેટલું ધ્યાન રાખીને માપસર બનાવવામાં આવે, તેમ છતાં ભાત બચી જાય છે. આવી સ્થિતિમાં તે ફરીથી ગરમ કરીને ખાવાને બદલે, તેમાથી નાસ્તા માટે ક્રિસ્પી ઢોસા બનાવી શકાય છે. જે તમને સ્વાદની સાથે તંદુરસ્ત નાસ્તાનો વિકલ્પ આપશે. ચાલો જાણીયે રાતના વધેલા ભાત માંથી ઢોંસા કેવી રીતે બનાવવા.
આ ચીજની જરૂર પડશે
- ભાત : એક વાટકી
- દહીં : અડધી વાટકી
- બેકિંગ સોડા : 1 ચમચી
- ચોખાનો લોટ : 1 વાટકી
- ઘઉંનો લોટ : અડધી વાટકી
- મીઠું : સ્વાદ મુજબ
- પાણી : 1 કપ
- જીરું : 1 ચમચી
Dosa Recipe Type Leftover Rice : રાતના વધેલા ભાત માંથી ઢોસા બનાવવાની રીત
સૌ પ્રથમ એક મિક્સર જારમાં ચોખામાં દહીં, ચોખાનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું નાંખો. પછી સારી રીતે પીસીને ઢોંસા માટે ખીરું બનાવો. ત્યારબાદ આ મિશ્રણમાં થોડું બેકિંગ સોડા અને જીરૂ ઉમેરો.
હવે ગેસ પર એક પેન ગરમ કરો. તેના પર ઢોસાનું ખીરું પાથરી લો. બંને બાજુથી સહેજ ગોલ્ડન બ્રાઉન શેકો. ક્રિસ્પી અને ગરમામ ગરમ ઢોંસા ચટણી કે સાંભર સાથે પીરસો.
તમે વધેલા ચોખા માંથી આ વાનગી પણ બનાવી શકાય છે.
અક્કી રોટલી અથવા પરોઠા
તે કર્ણાટકની એક લોકપ્રિય રેસીપી છે. તે વધેલા ભાત માંથી બને છે. આ વાનગી બનાવવા માટે, મિક્સિંગ બાઉલમાં ચોખાનો લોટ, બાફેલા ભાતની પેસ્ટ, સમારેલી ડુંગળી, કોથમીરના પાન અને છીણેલું નાળિયેર ઉમેરો. ત્યારબાદ તેમાં થોડું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લોટ બાંધો, જેથી તે નરમ અને ફેલાઈ શકાય તેવું બને. આ લોટ માંથી રોટલી વણો, તવા પર તેલ લગાડી રોટલી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ગરમ ગરમ રોટલી ચટણી કે અથાણાં સાથે પીરસો.
આ પણ વાંચો | પાણી વગર બનાવો કાચી કેરીનું શાક, 2 થી 3 દિવસ ફ્રેશ રહેશે
વેજિટેબલ કટલેટ
વધેલા ભાત માંથી તમે વેજિટેબલ કટલેટ બનાવી શકો છો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, છીણેલું ગાજર અને બીટરૂટ, છૂંદેલા બટાકા, પલાળેલી બ્રેડ, ટામેટાનો રસ, લીલા મરચાં, મરચું પાવડર, ચણાનો લોટ, મકાઈનો લોટ, મીઠું અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેમાંથી નાની નાની કટલેટ બનાવો. આ કટલેટ તવા પર કઢાઇમાં ફ્રાય કરો. કટલેસ ગ્રીન અને રેડ ચટણી સાથે પીરસો.

