Iran Missile Metropolis: ઇરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી, 2000 કિમી સુધી હુમલો કરતી મિસાઇલ, અમેરિકા યુરોપ થરથર કાંપશે

Iran Missile Metropolis: ઇરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી, 2000 કિમી સુધી હુમલો કરતી મિસાઇલ, અમેરિકા યુરોપ થરથર કાંપશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Iran Underground Missile Metropolis: ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નવી અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી બનાવી છે. તેની સાથે જ એડવાન્સ બેલિસ્ટિક મિસાઇલ ખોરમશહર 4 સૂંપૂર્ણપણે ઓપરેશનલ મોડમાં દેખાડ્યું છે. આ મિસાઇલે 2000 કિમી રેન્જ સુધી 1500 કિલો વજનની વોરહેડ સાથે ઇરાનની સૈન્ય શક્તિને વધુ તાકતવર બનાવે છે. આ મહાવિશાનક મિસાઇલ અમેરિકા થી લઇ યુરોપ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલ એટલી ભયાનક છે કે, સુંદર શહેરને ગણતરીની મિનિટોમાં ખંડર બનાવી શકે છે.

ખોરમશહેર મિસાઇલ 4 ની ખાસિયત

રેન્જ : 2000 કિમી સુધી રેન્જ ધરાવતી આ મિસાઇલના નિશાના પર મધ્ય પૂર્વના ઘણા દેશો, ઇઝરાયલ અને યુરોપના કેટલાક દેશો આવી શકે છે.

વોરહેડ : 1000 કિલોગ્રામ વોરહેડ ક્ષમતા ધરાવતી આ મિસાઇલ મહાવિનાશ કરી શકે છે.

સટીકતા : લગભગ 30 મીટર સટીક ક્ષમતા સાથે તે બહુ સચોટ હુમલો કરી શકે છે.

ગતિ : હાયપરસોનિક સ્પીડ અને મેન્યુવર કરવાની ક્ષમતા છે. તેનાથી દુશ્મનની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ( જેમ કે ઇઝરાયલની આયરન ડોમ) ને ચકમો આપવો સરળ થઇ જાય છે.

પેનેટ્રેશન ક્ષમતા : મજબૂત બંકરો અને સુરક્ષિત ઠેકાણાંને ભેદવામાં સક્ષમ.

ઇંધણ : લિક્વિડ ફ્યૂઅલ, પહેલાના મોડલની જેમ, પરંતુ હવે વધારે એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે.

ઇરાને આ મિસાઇલને એક્ટિવ ડિટરેન્સનુ મુખ્ય હથિયાર ગણાવ્યું એટલે કે હવે માત્ર બચાવ નહીં, પરંતુ ઝડપી વળતો હુમલો કરવાની રણનીતિ અપનાવવામાં આવશે.

નવી મિસાઇલ સિટી શું છે?

IRGC એ એક નવી અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું, જેને મિસાઇલ સિટી કહેવાય છે. તે સંપૂર્ણપણે જમીનની નીચે છે. અહીં મિસાઇલ બને છે, સ્ટોર થાય છે અને લોન્ચ કરી શકાય છે. આવી સુવિધાઓ દુશ્મનના હવાઇ હુમલાથી સુરક્ષિત રહે છે. ઇરાન પાસે પહેલાથી જ આવી ઘણી અંડરગ્રાઉન્ડ ફેસિલિટી છે, જ્યાં તે પોતાની મિસાઇલ છુપાવી રાખે છે. નવી અંડરગ્રાઉન્ડ ફેસિલિટીના ઉદ્ઘાટનથી ઇરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેની સૈન્ય તૈયારીઓ બહુ મજબૂત છે. 

ખોરમશહેર સિરીઝ ઇરાનની જુની મિસાઇલનું એડવાન્સ વર્ઝન છે. જુના વર્ઝન (ખોરમશહર 1 થી 3) પણ 2000 કિમી રેન્જ ધરાવતી હતી, પરંતુ નવી મિસાઇલમાં સટીકતા,ગતિ અને પેનેટ્રેશનમાં મોટો સુધારો થયો છે.

ઇરાનની સેનાએ આ અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી વિશે જાણકારી આપી છે પંરતુ તેનું લોકેશન જાહેર કર્યું છે. આ મિસાઇલ સિટીમાં ઓછામાં ઓછા 100 મિલિટ્રી ડ્રોન્સ છે. જેની તસવરી જોઇને દુશ્મન દેશોનો પરસેવો છુટી જાય છે.

આ મિસાઇલ સિટીમાં ખતરનાક અબાબિલ 5 (Ababbil 5) ડ્રોન્સ પણ છે, જેમાં Qaem 5 મિસાઇલ ફિટ છે. Qaem 5 મિસાઇલ ઇરાન દ્વારા વિકસીત હવામાં હુમલા કરનાર મિસાઇલ છે, જે અમેરિકાના હેલફાયર મિસાઇલ જેમ જ ખતરનાક છે. ઇરાન સેનાના કમાન્ડર મેજર જનરલ અબ્દુલારહીમ મૌસાવી એ કહ્યું કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનની સેના વિસ્તારની સૌથી મજબૂત સેના છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *