IPL 2026 Mumbai Indians vs Kolkata Knight Riders Scorecard, MI vs KKR LIVE Rating: આઈપીએલ 2026 ની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે આપેલા 221 રનના પડકાર સામે મુંબઈ ઇન્ડિયન્સે 9 ઓવરમાં વિના વિકેટે 112 રન બનાવી લીધા છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, શેરફેન રૂધરફોર્ડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દુલ ઠાકુર, મયંક માર્કેન્ડે, ગશનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
-
Mar 29, 2026 22:17 IST
MI vs KKR LIVE : રિકલ્ટનની અડધી સદી
રેયાન રિકલ્ટને શાનદાર બેટિંગ કરતા 24 બોલમાં 2 ફોર અને 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી. મુંબઈએ 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-
Mar 29, 2026 22:03 IST
MI vs KKR LIVE : રોહિત શર્માની અડધી સદી
રોહિત શર્માની આક્રમક બેટિંગ. 23 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Mar 29, 2026 21:55 IST
MI vs KKR LIVE : મુંબઈના 50 રન
મુંબઈએ 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા. રોહિત શર્મા અને રેયાન રિકલ્ટન રમતમાં છે
-
Mar 29, 2026 21:18 IST
MI vs KKR LIVE : રિંકુ સિંહના અણનમ 33 રન
રિંકુ સિંહના 21 બોલમાં 4 ફોર સાથે અણનમ 33 રન. રમનદીપ સિંહના 4 બોલમાં અણનમ 4 રન. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે 3 અને હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી.
-
Mar 29, 2026 21:16 IST
MI vs KKR LIVE : મુંબઈને 221 રનનો પડકાર
આઈપીએલ 2026 ની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 4 વિકેટે 220 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સને 221 રનનો પડકાર મળ્યો છે
-
Mar 29, 2026 21:07 IST
MI vs KKR LIVE : અંગક્રીશ રઘુવંશી 51 રને આઉટ
અંગક્રીશ રઘુવંશી 29 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 51 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 205 રને ચોથી વિકેટ ગુમાવી. કેકેઆરે 18.1 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.
-
Mar 29, 2026 20:41 IST
MI vs KKR LIVE : રહાણે 67 રને આઉટ
અજિંંક્ય રહાણે 40 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે 67 રન બનાવી શાર્દુલ ઠાકુરનો ત્રીજો શિકાર બન્યો. કોલકાતાએ 145 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Mar 29, 2026 20:22 IST
MI vs KKR LIVE : કેમરુન ગ્રીન આઉટ
કેમરુન ગ્રીન 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 109 રને બીજી વિકેટ ગુમાવી.
-
Mar 29, 2026 20:20 IST
MI vs KKR LIVE : રહાણેની અડધી સદી
અજિંક્ય રહાણેએ 27 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. કેકેઆરે 7.5 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
-
Mar 29, 2026 20:10 IST
MI vs KKR LIVE : એલન 37 રને આઉટ
ફિલ એલન 17 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 37 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 69 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Mar 29, 2026 19:41 IST
MI vs KKR LIVE : રહાણે અને એલન ઓપનિંગમાં
કેકેઆર તરફથી કેપ્ટન અજિંક્ય રહાણે અને ફિન એલન ઓપનિંગમાં ઉતર્યા છે. ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં 10 રન ફટકાર્યા.
-
Mar 29, 2026 19:18 IST
MI vs KKR LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, શેરફેન રૂધરફોર્ડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દુલ ઠાકુર, મયંક માર્કેન્ડે, ગશનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
-
Mar 29, 2026 19:17 IST
MI vs KKR LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની.
-
Mar 29, 2026 19:07 IST
MI vs KKR LIVE : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
-
Mar 29, 2026 18:06 IST
MI vs KKR LIVE : મુંબઈ વિ કોલકાતા હેડ-ટુ-હેડ રેકોર્ડ
આઈપીએલમાં મુંબઈ વિ કોલકાતા ટીમો વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો બન્ને વચ્ચે 35 મેચો રમાઇ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો 24 મેચમાં અને કોલકાતાનો 11 મેચમાં વિજય થયો છે.
-
Mar 29, 2026 17:39 IST
MI vs KKR LIVE : મુંબઈમાં હવામાન કેવું રહેશે?
મુંબઈ અને કેકેઆર મેચ દરમિયાન વરસાદની શક્યતા માત્ર 1% છે. દિવસનું તાપમાન 33-35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે સાંજે હળવો પવન ફૂંકાશે અને વાદળ છવાયેલા રહેવાની શક્યતા પણ છે, જેના કારણે તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.
-
Mar 29, 2026 17:38 IST
MI vs KKR LIVE : આઈપીએલ 2026, મુંબઈ વિ કેકેઆર વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સ્ટાર ક્રિકેટરોથી ભરેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. હાર્દિક પંડ્યાનો કેપ્ટન તરીકે વધુ એક ટેસ્ટ થશે.
