IPL 2026, KKR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને ભવ્ય વિજય, પ્રથમ જીત નોંધાવી

IPL 2026, KKR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને ભવ્ય વિજય, પ્રથમ જીત નોંધાવી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Kolkata Knihgt Riders vs Sunrisers Hyderabad Scorecard, KKR vs SRH Rating: હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગ પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની, કાર્તિક ત્યાગી.

સનરાઇઝર્સ હૈદરાબાદ  : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ, ડેવિડ પાયને.

  • Apr 02, 2026 23:13 IST

    KKR vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને વિજય

    હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગ પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

  • Apr 02, 2026 23:06 IST

    KKR vs SRH LIVE : રિકુ સિંહ 35 રને આઉટ

    રિંકુ સિંહ 25 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 35 રને નિતીશ કુમાર રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થયો. સુનીલ નારાયણ 4 બોલમાં 2 સિક્સર સાથે 12 રને આઉટ થયો. 

  • Apr 02, 2026 23:02 IST

    KKR vs SRH LIVE : અંગક્રીશ રઘુવંશી 52 રને રન આઉટ

    અંગક્રીશ રઘુવંશી 29 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 52 રને રન આઉટ થયો. અનુકુલ રોય 2 બોલમાં ખાતું ખોલાયા વિના નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યો.

  • Apr 02, 2026 22:26 IST

    KKR vs SRH LIVE : અંગક્રીશ રઘુવંશીની અડધી સદી

    અંગક્રીશ રઘુવંશીએ 27 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. કોલકાતાએ 8.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • Apr 02, 2026 22:12 IST

    KKR vs SRH LIVE : કેમરુન ગ્રીન રન આઉટ

    કેમરુન ગ્રીન 2 બોલમાં 2 રને રન આઉટ થયો. કોલકાતાએ 74 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Apr 02, 2026 22:06 IST

    KKR vs SRH LIVE : એલન 28 રને આઉટ

    ફિન એલન 7 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 28 રને હર્ષ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. અજિંક્ય રહાણે 10 બોલમાં 8 રને ઉનડકટની ઓવરમાં કેચ આઉટ થયો.

  • Apr 02, 2026 21:24 IST

    KKR vs SRH LIVE : કોલકાતાને 227 રનનો પડકાર

    આઈપીએલ 2026 ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 227 રનનો પડકાર મળ્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

  • Apr 02, 2026 21:20 IST

    KKR vs SRH LIVE : ક્લાસેનની અડધી સદી

    હેનરિચ ક્લાસેને 34 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 

  • Apr 02, 2026 21:10 IST

    KKR vs SRH LIVE : નીતિશ કુમાર રેડ્ડી 39 રને આઉટ

    નીતિશ કુમાર રેડ્ડી 24 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 39 રને વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 200 રને પાંચમી વિકેટ ગુમાવી.  હૈદરાબાદે 18 ઓવરમાં 200 રન પુરા કર્યા. 

  • Apr 02, 2026 20:35 IST

    KKR vs SRH LIVE : અનિકેત વર્મા 1 રને આઉટ

    અનિકેત વર્મા 4 બોલમાં 1 રને અનુકુલ રોયની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 118 રને ચોથી વિકેટ ગુમાવી.

  • Apr 02, 2026 20:21 IST

    KKR vs SRH LIVE : અભિષેક શર્મા 48 રને આઉટ

    અભિષેક શર્મા 21 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 48 રને મુઝરબાનીની ઓવરમાં કેચ આઉટ થયો. કોલકાતાએ 112 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Apr 02, 2026 20:16 IST

    KKR vs SRH LIVE : ઇશાન કિશન 14 રને આઉટ

    ઇશાન કિશન 9 બોલમાં 3 ફોર સાથે 14 રને મુઝરબાનીની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 111 રને બીજી વિકેટ ગુમાવી. ટીમે 7.2 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

  • Apr 02, 2026 20:02 IST

    KKR vs SRH LIVE : હેડ આઉટ

    ટ્રેવિસ હેડ 21 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 46 રને કાર્તિક ત્યાગીની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 82 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 02, 2026 19:26 IST

    KKR vs SRH LIVE : રહાણે આઈપીએલમાં 200 મેચ રમનાર 11 મો ખેલાડી બન્યો

    કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરતા જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે આઈપીએલમાં 200 મેચ રમનાર 11મો ખેલાડી બની ગયો છે. આઈપીએલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોની આઈપીએલમાં 278 મેચ રમ્યો છે.  રોહિત શર્માએ 273 મેચ સાથે બીજા સ્થાને છે.

  • Apr 02, 2026 19:10 IST

    KKR vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ, ડેવિડ પાયને.

  • Apr 02, 2026 19:08 IST

    KKR vs SRH LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની, કાર્તિક ત્યાગી.

  • Apr 02, 2026 19:04 IST

    KKR vs SRH LIVE : કોલકાતાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બંને ટીમોનો પ્રથમ મેચમાં પરાજય થયો હતો જેથી તે પ્રથમ જીત માટે પ્રયત્ન કરશે.

  • Apr 02, 2026 17:50 IST

    KKR vs SRH LIVE : કોલકાતા વિ હૈદરાબાદ મેચ મુકાબલો

    આઈપીએલ 2026 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોનો પ્રથમ મેચમાં પરાજય થયો હતો જેથી તે પ્રથમ જીત માટે પ્રયત્ન કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *