T20 World Cup 2026, India vs Zimbabwe LIVE Cricket Rating Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારતે આપેલા 257 રનના પડકાર સામે ઝિમ્બાબ્વેએ 17 ઓવરમાં 4 વિકેટે 154 રન બનાવી લીધા છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમાની, રાયન બર્લ, ડિયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), તાશિંગા મુસેકિવા, ટોની મુનયોંગા, બ્રેડ ઇવાન્સ, ટીનોટેન્ડા મપોસા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની.
-
Feb 26, 2026 22:24 IST
IND vs ZIM Dwell : ટોની મુનયોંગા આઉટ
ટોની મુનયોંગા 6 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો. ઝિમ્બાબ્વેએ 162 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 22:17 IST
IND vs ZIM Dwell : અર્શદીપે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી
સિકંદર રઝા 21 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 31 રને અને રેયાન બર્લ ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહનો શિકાર બન્યો. ઝિમ્બાબ્વેએ 144 રનમાં 4 વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 22:06 IST
IND vs ZIM Dwell : ઝિમ્બાબ્વેના 15 ઓવરમાં 2 વિકેટે 131 રન
ઝિમ્બાબ્વેએ 15 ઓવરમાં 2 વિકેટે 131 રન બનાવી લીધા છે. બ્રાયન બેનેટ 78 અને સિકંદર રઝા 19 રને રમતમાં છે.
-
Feb 26, 2026 21:55 IST
IND vs ZIM Dwell : બેનેટની અડધી સદી
બ્રાયન બેનેટે 34 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Feb 26, 2026 21:45 IST
IND vs ZIM Dwell : ડિયોન માયર્સ આઉટ
ડિયોન માયર્સ 9 બોલમાં 6 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. ઝિમ્બાબ્વેએ 72 રને બીજી વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 21:33 IST
IND vs ZIM Dwell : મારુમાની આઉટ
તદીવાનાશે મારુમાની 20 બોલમાં 2 સિક્સર સાથે 20 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. ઝિમ્બાબ્વેએ 44 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 21:13 IST
IND vs ZIM Dwell : બ્રાયન બેનેટ અને મારુમાની ઓપનિંગમાં ઉતર્યા
ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટ અને તદીવાનાશે મારુમાની ઓપનિંગમાં ઉતર્યા. ટીમે 3 ઓવરમાં વિના વિકેટે 19 રન બનાવી લીધા છે.
-
Feb 26, 2026 20:49 IST
IND vs ZIM Dwell : ઝિમ્બાબ્વેને 257 રનનો પડકાર
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વેને જીતવા માટે 257 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Feb 26, 2026 20:47 IST
IND vs ZIM Dwell : હાર્દિક પંડ્યાની અડધી સદી
હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. તિલક વર્માના 16 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 44 રન.
-
Feb 26, 2026 20:32 IST
IND vs ZIM Dwell : ભારતના 200 રન
ભારતે 16.4 ઓવરમાં 200 રન પુરા કર્યા. હાર્દિક પંડ્યા અને તિલક વર્મા રમતમાં છે.
-
Feb 26, 2026 20:21 IST
IND vs ZIM Dwell : સૂર્યકુમાર યાદવ 33 રને આઉટ
સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 33 રને નગારવાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 172 રને 4 વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 20:08 IST
IND vs ZIM Dwell : અભિષેક શર્મા આઉટ
અભિષેક શર્મા 30 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 55 રને મપોસાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 150 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 19:56 IST
IND vs ZIM Dwell : ઇશાન કિશન આઉટ
ઇશાન કિશન 24 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 38 રને સિકંદર રઝાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 120 રને બીજી વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 19:54 IST
IND vs ZIM Dwell : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ 26 બોલમા 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. તે ફોર્મમાં પરત ફરતા ભારત માટે રાહતના સમાચાર છે.
-
Feb 26, 2026 19:32 IST
IND vs ZIM Dwell : સેમસન આઉટ
સંજુ સેમસન 15 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 24 રન બનાવી કેચ આઉટ થયો. ભારતે 48 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Feb 26, 2026 19:06 IST
IND vs ZIM Dwell : સેમસને બીજા બોલે સિક્સર ફટકારી
ભારત તરફથી ઓપનિંગમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ઉતર્યા. બીજા જ બોલે સિક્સર ફટકારી સંજુ સેમસને ખાતું ખોલાવ્યું છે.
-
Feb 26, 2026 18:44 IST
IND vs ZIM Dwell : ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન
બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમાની, રાયન બર્લ, ડિયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), તાશિંગા મુસેકિવા, ટોની મુનયોંગા, બ્રેડ ઇવાન્સ, ટીનોટેન્ડા મપોસા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની.
-
Feb 26, 2026 18:44 IST
IND vs ZIM Dwell : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
-
Feb 26, 2026 18:37 IST
IND vs ZIM Dwell : ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારત સામે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Feb 26, 2026 17:03 IST
IND vs ZIM Dwell : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં થઇ શકે છે બે ફેરફાર
ભારત ઝિમ્બાબ્વે સામે પ્લેઇંગ ઇલેવનમાં સંજુ સેમસનનો સમાવેશ કરી શકે છે, રિંકુ સિંહના બદલે આ સ્થાન મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકે છે. સંજુની વાપસી સાથે એવી શક્યતા છે કે તે અને અભિષેક ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે ઇશાન કિશન ત્રીજા નંબર પર રમી શકે છે.
-
Feb 26, 2026 17:03 IST
IND vs ZIM Dwell : બન્ને ટીમ માટે જીત જરુરી
સુપર 8 માં ભારત અને ઝિમ્બાબ્વે બંને પોતાની શરૂઆતની મેચ હારી ગયા હતા. પહેલી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું, જ્યારે ઝિમ્બાબ્વેનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભારે પરાજય થયો હતો. જેથી બન્ને માટે જીત જરુરી છે. ચેન્નાઈમાં ભારતે ફક્ત ઝિમ્બાબ્વેને હરાવવું જ નહીં પરંતુ પોતાના રન રેટને પણ ધ્યાનમાં રાખવું પડશે.
-
Feb 26, 2026 17:02 IST
IND vs ZIM Dwell : આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
