IND vs ZIM: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતે બનાવ્યો પહાડ જેવો સ્કોર, 4 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા

IND vs ZIM: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતે બનાવ્યો પહાડ જેવો સ્કોર, 4 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

IND vs ZIM LIVE Rating: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વિશ્વ કપ 2026માં સુપર 8ની મેચ આજે ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સિકંદરા રઝાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈંડિયાએ પહેલા બેટીંગ લીધી હતી.

News18
News18

IND vs ZIM LIVE Rating: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે ભારત ઝિમ્બાબ્વે વિરુદ્ધ ચેન્નાઈના એમ.એ. ચિદંમ્બરમ સ્ટેડિયમમાં રમી રહ્યા છે. આ મેચમાં ઝિમ્બાબ્વેના કપ્તાન સિકંદર રઝાએ ટૉસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 4 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા છે. જે આ વર્લ્ડ કપમાં કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર રહ્યો છે. હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 50 રન બનાવ્યા, તો વળી અભિષેક શર્માએ પણ 55 રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ નોટઆઉટ 44 રન બનાવ્યા છે.

ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. સંજૂ સૈમસન અને અભિષેક શર્માએ મળીને પહેલી વિકેટ માટે 48 રન બનાવ્યા. સંજૂ સૈમસન 24 રન બનાવીને આઉટ થયો. સંજૂને બ્લેસિંગ મુઝારબાનીએ રયાન બર્લના હાથમાં કેચ આઉટ કરાવ્યો. અહીંથી ઈશાન કિશન અને અભિષેક શર્માએ મળીને બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. આ પાર્ટનરશિપ દરમિયાન અભિષેકે 26 બોલ પર ફિફ્ટી પૂરી કરી લીધી. હાલના વર્લ્ડ કપમાં અભિષેકે પહેલી વાર 50 રનનો આંકડો પાર કર્યો છે.

ઈશાન કિશન (38 રન) તરીકે ભારતની બીજી વિકેટ પડી. જેને સિકંદર રઝાએ રિચર્ડ નગારવાના હાથે કેચ આઉટ કરાવ્યો. ઈશાનના આઉટ થવાની થોડી વારમાં જ અભિષેક શર્મા પણ આઉટ થઈ ગયો. અભિષેકે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 30 બોલમાં 55 રન બનાવ્યા. કપ્તાન સૂર્યકુમાર યાદવે તોફાની અંદાજમાં 13 બોલમાં 33 રન બનાવ્યા. જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. સૂર્યકુમારની વિકેટ રિચર્ડ નગારવાએ લીધી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *