IND vs USA: કપ્તાન સૂર્યકુમાર યાદવની ઈનિંગ્સના દમ પર ભારતે USAને આપ્યો 162 રનનો ટાર્ગેટ

IND vs USA: કપ્તાન સૂર્યકુમાર યાદવની ઈનિંગ્સના દમ પર ભારતે USAને આપ્યો 162 રનનો ટાર્ગેટ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

પહેલા બેટીંગ કરતા ભારતની ટીમે ખરાબ શરુઆત કરી, જો કે કપ્તાન સૂર્યકુમાર યાદવના દમ પર 20 ઓવરમાં 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.

News18
News18

T20 world cup 2026: ભારત અને યુએસની ટીમો આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચ રમી રહી છે. ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે, જ્યારે યુએસની કપ્તાની મોનાંક પટેલના હાથમાં છે. જેમનો જન્મ ભારતમાં જ થયો છે. યુએસના કપ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતની ટીમે ખરાબ શરૂઆત કરી, જો કે કપ્તાન સૂર્યકુમાર યાદવના દમ પર 20 ઓવરમાં 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.

કપ્તાન સૂર્યકુમાર યાદવે 84 રનની ઈનિંગ્સ રમી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટના ખોઈને 161 રન બનાવ્યા છે. સૂર્યાએ 49 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટીંગ કરતા 9 વિકેટ પર 161 રન બનાવ્યા. ભારતીય ટીમની શરુઆત કંઈ ખાસ રહી નથી.અભિષેક શર્માએ પોતાના બોલ પર જ આઉટ થઈ ગયો. અભિષેકને અલી ખાને આઉટ કર્યો હતો. ઈશાન કિશન અને તિલક વર્માએ ક્રીઝ પર રહેવાની કોશિશ કરી, પણ પાવરપ્લેની અંતિમ ઓવરમાં શૈડલી વાન શલ્કવિકે શાનદાર બોલિંગ કરી. ઓવરના બીજા બોલ પર શલ્કવિકે ઈશાનને આઉટ કર્યો. પછી છેલ્લા બે બોલમાં શલ્કવિકે તિલક વર્મા અને શિવમ દૂબેને પણ ચાલતા કરી દીધા. શિવમના આઉટ થવા સમયે ભારતનો સ્કોર 46/4 હતો.

એક સમયે ભારતીય ટીમની સતત વિકેટ પડી રહી હતી, પણ કપ્તાન સૂર્યકુમાર યાદવે હિંમત હારી નહીં અને એક છેડેથી બેટિંગ કરતો રહ્યો. સૂર્યાએ 49 બોલમાં 84 રનની ઇનિંગ્સ રમી. ભારત માટે બીજા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન તિલક વર્મા રહ્યો, જેણે 25 રન બનાવ્યા. આના પરથી સમજી શકાય છે, આજે ટીમ ઇન્ડિયાની હાલત શું થઈ હશે.

2024ના વર્લ્ડ કપમાં ભારત-યુએસએની મેચ થઈ હતી.

આ અગાઉ વર્ષ 2024ની ટી20 વિશ્વ કપમાં પણ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ ખૂબ જ આસાનીથી જીત મેળવી હતી. આ વખતે જોવાનું રહેશે કે યુએસએની ટીમ ભારતને કેટલી ટક્કર આપી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *