મોહમ્મદ શમીને ઘણા સમય પહેલા ફિટ જાહેર કરવામાં આવ્યો હતો, આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં પણ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. શમી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કોલકાતા અને ચેન્નાઈ T20માં બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો. તે માત્ર બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેને તક મળી ન હતી.