24 જાન્યુઆરીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન અભિષેકની પગની ઘૂંટી વળી ગઈ અને તેને દુખાવો થવા લાગ્યો. તેના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું અને તે લંગડાતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, તેને પ્રેક્ટિસ સેશન છોડીને ડ્રેસિંગ રૂમમાં પરત ફરવું પડ્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેકે ટીમના ફિઝિયોની દેખરેખમાં લગભગ અડધો કલાક પસાર કર્યો હતો, પરંતુ તે પછી તે પ્રેક્ટિસ સેશન માટે પાછો ફર્યો નહોતો.