Heroનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 Plus KKR લોન્ચ, 142KM બેટરી રેન્જ, જાણો કિંમત

Heroનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 Plus KKR લોન્ચ, 142KM બેટરી રેન્જ, જાણો કિંમત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Vida VX2 Plus KKR Restricted Version Launch: હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ Vida એ ‘Knights Unplugged 3.0’ ઇવેન્ટમાં પોતાનુ નવું ખાસ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ EV ટુ વ્હીલરનું નામ Vida VX2 Plus KKR Restricted Version છે. આ ખાસ એડિશન શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) થી પ્રેરિત છે અને તેમા ટીમના સિગ્નેચર પર્પલ અને ગોલ્ડ કલરનો ઉપયોગ કરાયો છે. આ સાથે કંપનીએ કેકેઆર ફ્રેન્ચાઇઝીની થીમ વાળું હેલ્મેટ પણ લોન્ચ કર્યું છે. ચાલો જાણીયે Vida VX2 Plus KKR સ્કૂટરની કિંમત, બેટરી રેન્જ અને કિંમત સહિત તમામ વિગત

Vida VX2 Plus KKR બેટરી રેન્જ

વિડા કંપનીનું નવું Vida VX2 Plus KKR સ્કૂટર રિમૂવેબલ બેટરી સાથે આવે છે. તેથી જો તમે ફ્લેટમાં રહો છો, બેટરી કાઢીને રૂમમાં ચાર્જિંગ માટે લઇ જઇ શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 142 કિમી સુધી દોડે છે.

Vida VX2 Plus KKR સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. બેટરી ફુલ ચાર્જ થવામાં 62 મિનિટ જેટલો સમય લાગે છે. સ્ટાન્ડર્ડ એસી ચાર્જથી બેટરી ફુલ ચાર્જ થવામાં લગભગ 4 કલાક 13 મિનિટ જેટલો સમય લાગે છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટર 0 થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3.1 સેકન્ડમાં મેળવે છે. સ્કૂટરમાં 4.3 ઇંચનું ટીએમટી ડિસ્પ્લે મળે છે, જેમા કનેક્ટેડ ટેક્નોલોજી જેવા કે ટર્ન બાય ટર્ન નેવિગેશન, વાહનના રિમોટ સ્ટેટ્સની જાણકારી, રિયલ ટાઇમ ટ્રિપ એનાલિસિસ, જિયો ફેસિંગ, લાઇવ લોકેશન ટ્રેકિંગ, SOS એલર્ટ, કોલ અને એસએમએસ અને મ્યૂઝિક કન્ટ્રોલ જેવા ફીચર્સ મળે છે. તેમાથી મોટાભાગના ફીચર્સ Edge Pack મારફતે ઉપયોગ કરી શકાય છે.

Vida VX2 Plus KKR સ્કૂટર ખાસિયત

  • Knight Purple + Gold કલર થીમ
  • પર્પલ બ્લેક બોડી પર ગોલ્ડન ગ્રેડિયન્ટ 
  • માઇક્રો ડોટેડ પેટર્ન ફિનિશ
  • 3 ગોલ્ડ એક્સેન્ટ માર્ક્સ → KKR ની 3 ટ્રોફનું પ્રતિક 
  • મોર્ડન સ્ટાઇલિશ લૂક, યૂથફુલ અને સપોર્ટી લૂક

આ પણ વાંચો | ઉનાળામાં બાઇક સ્કૂટર આપશે સારી માઇલેજ, આ 9 બાબત ધ્યાનમાં રાખો

Vida VX2 Plus KKR કિંમત

Vida VX2 Plus સ્કૂટરની કિંમત એક્સ શો રૂમ 94,800 રૂપિયાથી શરૂ થાય છે. જો કે કંપનીએ Vida VX2 Plus KKR લિમિટેડ એડિશનની કિંમત હજી સુધી જાહેર કરી છે. આ સ્કૂટર BaaS સર્વિસ સાથે પણ ખરીદી શકાય છે. આ સર્વિસ હેઠળ બેટરીને સબ્સક્રિપ્શન હેઠળ ખરીદી શકાય છે. BaaS સર્વિસ સાથે તેની કિંમત 70 હજાર રૂપિયા એક્સ શોરૂમ થઇ જાય છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *