GPSC Bharti 2026: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારી નોકરી મેળવવાની તક,  અરજી કરવા માટે આટલા દિવસ જ બાકી

GPSC Bharti 2026: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારી નોકરી મેળવવાની તક, અરજી કરવા માટે આટલા દિવસ જ બાકી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


GPSC Recruitment 2026: કોલેજ પાસ અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2 અને પરીક્ષે વન અધિકારી વર્ગ-2ની કુલ 26 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ મદદીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારી
જગ્યા 26
વય મર્યાદા 20થી 35 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ 15-4-2026
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/

પોસ્ટની વિગતો

પોસ્ટ જગ્યા
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 1
પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2 25
કુલ 26

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર આપેલા વિષયોમાં ગ્રેજ્યુએટન ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. વનસ્પતિશાસ્ત્ર,રસાયણશાસ્ત્ર,ભૂસ્તરશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, સૂક્ષ્મજીવવિજ્ઞાન, બાયોટેકનોલોજી, બાયો-કેમિસ્ટ્રી, પર્યાવરણીય વિજ્ઞાન, પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, કૃષિ, વનીકરણ, બાગાયત,એન્જિનિયરિંગ / ટેકનોલોજી.
  • ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમજ હોવી જરૂરી 
  • ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ.

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમદેવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 20 વર્ષથી નાનો નહીં અને 35 વર્ષથી મોટો ન હોવો જોઈએ.
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારીના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટ પગાર
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 ₹53,100-₹1,67,800
પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2 ₹39,900-₹1,26,600

નોટિફિકેશન

કરિયર સંબંંધી આ સમાચાર પણ વાંચો

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://gpsc-ojas.gujarat.gov.in/  વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *