છેલ્લા કેટલાક દિવસથી તમે જોયું હશે કે ઈનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટ ફોર્મ પર લોકો Ghibli ઈમેજ અપલોડ કરી રહ્યા છે, જે જોવામાં કાર્ટુન જેવી લાગે છે. તમે જોયુ હશે કે હમણા થોડા દિવસોથી લોકો ક્રિકેટરના, તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા લોકોના ઈમેજ ટ્રેન્ડ થવા લાગ્યા હતા, જે બાદ હવે સામાન્ય લોકો પણ આ પ્રકારના ઈમેજ બનાવવામાં રસ દાખવી રહ્યા છે અને તેમના ફોટા માંથી Ghibli ઈમેજ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે.
