Flooring Cleansing Ideas: તમારા ફ્લોરને ચમકાવી દેશે આ વસ્તુ, પોતું મારતી સમયે પાણીમાં બસ મિક્સ કરો અને જૂઓ કમાલ

Flooring Cleansing Ideas: તમારા ફ્લોરને ચમકાવી દેશે આ વસ્તુ, પોતું મારતી સમયે પાણીમાં બસ મિક્સ કરો અને જૂઓ કમાલ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Flooring Cleansing Ideas: શું તમારા ફ્લોરને દરરોજ સાફ કરવા છતાં પણ ચમકતો નથી? તો ચાલો કેટલીક ટિપ્સ જણાવીએ જે ફ્લોર સાફ કરવાનું ખૂબ સરળ બનાવી શકે છે.

ફ્લોર પરથી હઠીલા દાગ કેવી રીતે દૂર કરવા?
ફ્લોર પરથી હઠીલા દાગ કેવી રીતે દૂર કરવા?

ઘરના ફ્લોર પર ભલે દરરોજ કચરાં અને પોતાં કરવામાં આવે, પરંતુ તેમ છતાં પણ ફ્લોરમાં નવા જેવી ચમક નથી આવી શકતા. જો ફ્લોર પર પીળાશ, ડાઘાઓ કે ગંદકી દેખાય છે, તો ઘરે આવેલા મહેમાનોની સામે તમારી ઇમ્પ્રેશન જરાં પણ સારી પડતી નથી. લોકો ફ્લોરને સાફ કરવા માટે વિવિધ નુસખાઓ પણ અજમાવે છે, છતાં પણ કંઇ ખાસ તફાવત જોવા મળતો નથી. તો શું તમે પણ તમારા ઘરના ફ્લોરને નેચરલી ચકાચક સાફ કરવા ઇચ્છો છો? જો હાં, તો તમે અમુક અસરકારક ઘરેલું ટ્રિક્સ ટ્રાય કરી શકો છો. પોતું મારતી સમયે પાણીમાં અમુક વસ્તુઓ મિક્સ કરવાથી તમારા ઘરનો ફ્લોર એકદમ ચમકવા લાગશે. તો ચાલો જાણીએ કઇ વસ્તુઓનો ઉપયોગ તમે પોતું મારતી સમયે કરી શકો છો.

પાણીમાં મિક્સ કરો આ વસ્તુઓ

સૌ પ્રથમ એક ડોલ પાણીની ભરો લો. અડધી ડોલ પાણીમાં એક સ્પૂન વિનેગર અને બે સ્પૂન બેકિંગ સોડા મિક્સ કરો. સારું રીઝલ્ટ મેળવવા માટે તમારે આ મિક્સચરમાં એક સ્પૂન ડિશવોશ લિક્વિડ પણ ઉમેરવું જોઇએ. વિનેગર, બેકિંગ સોડ, ડિશવોશ લિક્વિડ અને પાણીનું આ મિશ્રણ ફ્લોર ક્લિનિંગમાં ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે.

સાફ થઇ જશે ફ્લોર

તમારે આ મિશ્રણનો ઉપયોગ તમારા ઘરના બધા રૂમોના ફ્લોર સાફ કરવા માટે કરવો જોઈએ. આ મિશ્રણમાં રહેલા તત્વો ફ્લોર પરથી બધી ગંદકી, પીળાશ અને ડાઘાઓ સરળતાથી દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે બીજો ઘરેલું ઉપાય અજમાવી શકો છો: ફ્લોર સાફ કરવા માટે કારેલાની છાલની પેસ્ટને પાણીમાં મિક્સ કરો અને તેનાથી પોતાં લગાવીને તમે જાતે જ પોઝિટીવ રીઝલ્ટ જોઇ શકશો.

અસરકારક સાબિત થશે લવિંગ

સૌપ્રથમ 6 લવિંગનો પાવડર બનાવી લો. આ લવિંગ પાવડરને એક પેનમાં એક ગ્લાસ પાણી સાથે ઉમેરો અને તેને ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય, ત્યારે તેને અડધી ડોલ પાણીમાં મિક્સ કરીને તૈયાર થયેલા મિશ્રણથી ફ્લોર સાફ કરો. આ પ્રકારના ઘરેલું ઉપાયો સૌથી ગંદા ફ્લોરને પણ ચમકદાર બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમારે માર્કેટમાં મળતા મોંઘદાટ અને કેમિકલ્સથી ભરપૂર ફ્લોર ક્લિનર્સનો પણ ઉપયોગ નહીં કરવો પડે, જેથી આપમેળે તમારા પૈસાની બચત પણ થશે.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *