Dhurandhar 2 Poster Out: ‘ધુરંધર 2’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, રણવીર સિંહનો હિંસક લુક જોઈને ચોંકી જશો

Dhurandhar 2 Poster Out: ‘ધુરંધર 2’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, રણવીર સિંહનો હિંસક લુક જોઈને ચોંકી જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Dhurandhar 2 Poster Out: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટર જોઈને ફેન્સ પણ છક થઈ ગયા છે. પોસ્ટરમાં રણવીર સિંહનો હિંસક લુક જોવા મળી રહ્યો છે.

Image Source: INSTAGRAM/@RANVEERSINGH
Picture Supply: INSTAGRAM/@RANVEERSINGH

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. નિર્માતાએ 3 ફેબ્રુઆરી એટલે કે આજ રોજ ‘ધુરંધર 2’નું ઓફિશિયલી ટીઝર રિલીઝ કરી શકે છે. આ વચ્ચે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે, જેમાં રણવીર સિંહ દમદાર લુકમાં જોવા મળી રહ્યો છે. રણવીર સિંહે મંગળવારના રોજ સવારે ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરતા આ વાતની પુષ્ટિ કરી છે. નવા પોસ્ટરમાં રણવીર સિંહ વરસાદમાં પલળતો જોવા મળી રહ્યો છે. આ સમયે રણવીર સિંહે બ્લેક લેધર જેકેટ પહેર્યું છે. લાલ રંગથી સજેલું આ પોસ્ટર દેખાવમાં એકદમ પ્રભાવશાળી અને જુસ્સાભર્યું લાગી રહ્યું છે.

‘ધુરંધર 2’નું પોસ્ટર આઉટ

મેકર્સે લેટેસ્ટમાં ‘ધુરંધર 2’થી રણવીર સિંહનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં અભિનેતાનો હિંસક લુક જોવા મળી રહ્યો છે. જો કે આ લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. મેકર્સે પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું છે કે હવે બગડવાનો સમય આવી ગયો છે. ‘ધુરંધર 2’નું ટીઝર આજે બપોરે 12.12 વાગે રિલીઝ થશે. આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં દુનિયાભરમાં રિલીઝ થશે.

‘ધુરંધર 2’ પોસ્ટર જોઈને યુઝર્સે શું કહ્યું?

‘ધુરંધર 2’ના પોસ્ટરમાં રણવીર સિંહના લુકે ફેન્સને ફિદા કરી દીધા છે. ફેન્સે આ પોસ્ટર જોઈને જબરજસ્ત પ્રતિક્રિયા આપી છે. શાલિની પાસીએ કોમેન્ટ કરતા લખ્યું છે કે, હવે શાંત નથી બેસાતું. ઓએમજી, શિલ્પા શેટ્ટીએ ફાયર ઇમોજીની સાથે રણવીર સિંહના લુક પર પ્રતિક્રિયા આપી છે. આટલું જ નહીં ભૂમિ પેડનેકરે પણ આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે. જો કે રણવીર સિંહનો આ લુક જોઈને ફેન્સ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે.

ક્યારે રિલીઝ થશે ‘ધુરંધર 2’?

‘ધુરંધર’ના પહેલા પાર્ટની સાથે જ મેકર્સે ફિલ્મના બીજા ભાગની રિલીઝ ડેટનું એલાન કરી દીધું હતું. જો કે હવે ‘ધુરંધર 2’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થતા ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીની સાથે-સાથે તેલુગુ, તમિલ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર આ મૂવી કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ‘ટોક્સિક’ સાથે ટક્કર થશે. આ દિવસે ‘ટોક્સિક’ અને ‘ધુરંધર 2’ બન્ને મૂવી રિલીઝ થઈ રહી છે.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *