CBSE OSM વિવાદ : રાહુલ ગાંધીએ સત્ય બહાર લાવવા ન્યાયિક, એસઆઈટી તપાસની માંગ કરી

CBSE OSM વિવાદ : રાહુલ ગાંધીએ સત્ય બહાર લાવવા ન્યાયિક, એસઆઈટી તપાસની માંગ કરી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Rahul Gandhi : નીટ પેપર લીક કેસને લઇને દેશમાં જોવા મળી રહેલા વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે સીબીએસઈની ઓન-સ્ક્રીન માર્કિંગ (ઓએસએમ) સિસ્ટમ પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. જ્યારથી દિલ્હીના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર બોર્ડ તરફથી તેને રી ઇવૈલ્યૂએશન પ્રક્રિયા અંતર્ગત ખોટી કોપી રિસીવ થવાની ફરિયાદ ઉઠાવી હતી ત્યારથી બોર્ડને 11 લાખથી વધુ પુનઃમૂલ્યાંકન અરજીઓ મળી છે, એટલે કે દર ચોથું બાળક હવે પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી રહ્યું છે અને ઘણા બાળકોએ પરિણામ અંગે ફરિયાદ નોંધાવી છે. આ હિસાબે 18 લાખથી વધુ બાળકોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. બાળકો તરફથી સતત ફરિયાદો કરવામાં આવી રહી છે કે રિઝલ્ટમાં તેમને ખામી નજર આવી રહી છે.

રાહુલ ગાંધીએ જાહેર કરી કંપનીની સંપૂર્ણ કુંડળી

વિદ્યાર્થીઓની આ મુશ્કેલી વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓન-સ્ક્રીન માર્કિંગ (ઓએસએમ) સિસ્ટમ ચલાવતી કંપની COEMPT ની આખી કુંડળી કાઢીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે એક વીડિયો રિલીઝ કરીને COEMPT કંપનીનો આખો ઇતિહાસ વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યો હતો. 

તેમણે કહ્યું કે આ કંપનીએ 2019 થી 2023 ની વચ્ચે તેલંગાણામાં  Globarena ના નામથી રિઝલ્ટની પ્રોસેસ જોઈ ચુકી છે અને આ કંપની પર ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો કે આ કંપનીનો કોન્ટ્રાક્ટ સીબીએસઈને કેમ આપવામાં આવ્યો.

કોન્ટ્રાક્ટ COEMPT ને કેમ આપવામાં આવ્યો?

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ વર્ષે સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાના પરિણામોમાં મોટા પાયે છેડછાડ કરવામાં આવી છે, જેના કારણે દેશભરના વિદ્યાર્થીઓ પરેશાન છે. તેમણે સવાલ કર્યો કે COEMPT ને સીબીએસઈનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? આ કંપનીએ પ્રોસેસ દરમિયાન નિયમો અને પ્રોસિજરને નજરઅંદાજ કર્યો હશે. તેમણે આ મામલે સ્વતંત્ર ન્યાયિક તપાસ અને એસઆઈટી તપાસની માંગ પણ કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે COEMPT વર્ષ 2019માં ‘ Globarena’ નામથી કામ કરતી હતી અને આ કંપની તેલંગાણામાં વિવાદોમાં હતી. તેમણે કહ્યું કે કંપનીનું બેકગ્રાઉન્ડ બધાની સામે હતું અને ભારત સરકારને તેની જાણકારી હતી. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે આ કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કેમ કરવામાં ના આવ્યું? 

રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં જણાવ્યું કે જ્યારે આ કંપનીએ 2019 થી 2023 ની વચ્ચે તેલંગાણામાં બોર્ડની પરીક્ષાના પરિણામો પર કામ કર્યું હતું ત્યારે પરિણામ પછી ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વીડિયોમાં આપવામાં આવેલા આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *