Final Up to date:
CBSE Anti Dishonest Guidelines 2026: સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષાના નિયમ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. જો હવે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતો પકડાશે તો તેનો આખો વર્ષ બગડી શકે છે.
CBSE Anti Dishonest Guidelines 2026: સીબીએસઈ બોર્ડે પરીક્ષાને વધુ પારદર્શી બનાવવા માટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાઓ દરમિયાન કોઈપણ પ્રકારની અયોગ્ય ગતિવિધિઓ કે ચોરી સાંખી લેવાશે નહીં. અત્યાર સુધી નાની-મોટી નકલના કિસ્સામાં સામાન્ય સજા કે માત્ર 1 વિષયમાં સસ્પેન્ડ કરવામાં આવતું હતું. જો કે, હવે નવા નિયમ મુજબ વિદ્યાર્થી અનફેર મીન્સમાં પકડાશે તો તેનું આખું વર્ષ બરબાદ થઈ શકે છે.
જો કોઈ વિદ્યાર્થી પાસે શંકાસ્પદ સામગ્રી (કોપી ચીટ), મોબાઈલ ફોન કે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ મળી આવશે તો તેની વિરુદ્ધ તરત કાર્યવાહી કરવાના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીએસઈ બોર્ડે પરીક્ષામાં ચોરી કરવાના કિસ્સામાં કોઈપણ પ્રકારની છૂટ ન આપવાની નીતિ અપનાવી છે. આ નિયમ લાગુ થયા પછી માત્ર ગોખણપટ્ટી કરવી કે ચોરી કરવાના ભરોસે બેસી રહેવું ભારે પડી શકે છે.
બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરીક્ષા કેન્દ્રમાં માત્ર નકલ કરવા માટેની ચિઠ્ઠી રાખવી જ ગુનો નથી, પરંતુ જવાબવહીમાં કોઈપણ પ્રકારનો ગુપ્ત મેસેજ લખવો કે કોઈ બીજા વિદ્યાર્થીની મદદ કરવી પણ UFM ગણાશે. આવા કિસ્સામાં વિદ્યાર્થીને તે પરીક્ષામાંથી બહાર કરી દેવામાં આવશે અને આગામી અન્ય પરીક્ષાઓ આપવા પર પણ રોક લગાવી દેવામાં આવશે.
CBSE પરીક્ષા કેન્દ્રોમાં હવે સીસીટીવી કેમેરાની લાઇવ દેખરેખની સાથે સાથે આ વખતે ફ્લાઇંગ સ્ક્વોડની સંખ્યા પણ વધારવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રમાં પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, ફોન કે ડિજિટલ પેન લઈને આવે છે તો તેને જાણ કરીને કરાયેલી છેતરપિંડી ગણવામાં આવશે. આવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હોલ્ડ પર મૂકી દેવામાં આવશે અને આ મામલાની તપાસ માટે સમિતિનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.
CBSE ના ગત વર્ષના ચોંકાવનારા રેકોર્ડ્સ આ મુદ્દાની ગંભીરતા વ્યક્ત કરે છે. વર્ષ 2025 ની મુખ્ય પરીક્ષામાં લગભગ 30 થી 40 ટકા વિદ્યાર્થીઓ એવા હતા, જેઓ UFM હેઠળ પકડાયા હતા. પરંતુ અગાઉ અપાયેલી છૂટછાટના કારણે તેઓ ફેલ થવાથી બચી ગયા હતા. જોકે, બોર્ડ દ્વારા હવે કોઈ છૂટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી પરિશ્રમથી પાસ થતા વિદ્યાર્થીઓ સાથે ન્યાય થઈ શકે અને પરીક્ષાની મર્યાદા જળવાઈ રહે. તેથી દરેક વિદ્યાર્થીએ આ મુદ્દાને ગંભીરતાથી લેવું જોઈએ અને પરીક્ષામાં કોઈ પણ એવી ગતિવિધિથી બચવું જોઈએ કે જેનાથી તેમનું વર્ષ બગડી શકે છે.

