Funds 5G Cellphone: 15 હજારથી ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન લોન્ચ, 6GB રેમ અને 50MP કેમેરા

Funds 5G Cellphone: 15 હજારથી ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન લોન્ચ, 6GB રેમ અને 50MP કેમેરા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Honor X6d 5G Launch : ઓનર કંપનીએ લેટેસ્ટ ઓનર એક્સ 6ડી 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. હાલ Honor X6d 5G ફોન મિડલ ઇસ્ટ માર્કેટમાં રજૂ કરાયો છે. લેટેસ્ટ ઓનર 5જી સ્માર્ટફોન મોટી ડિસ્પ્લે, ડાયમેન્શન 6 સિરીઝ ચિપસેટ, 50 એમપી કેમેરા અને મોટી બેટરી સહિત ઘણા એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, આટલા બધા શાનદાર ફીચર્સ હોવા છતાં કંપનીએ ફોનની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી રાખી છે. ચાલો જાણીયે Honor X6d 5G ફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયત વિશે વિગતવાર 

Honor X6d 5G સ્પેસિફિકેશન

સ્પેસિફિકેશનની વાત કરીયે તો Honor X6d 5G ફોનમાં 6.75 ઇંચની TFT LCD પેનલ આવે છે. આ ફોનમાં 90Hz સુધી રિફ્રશ રેટ સપોર્ટ મળે છે. તેમા 450 નિટ્સ સુધી ટિપિકલ બ્રાઇટનેસ અને ડાયનામિક ડિમિંગ જેવા આંખોને આરામ આપતા ફીચર્સ પણ આવે છે. પેનલ એલ્યુમિનોસિલિકેટ ગ્લાસથી પ્રોટેક્ટેડ છે અને તેની કિનારી ગોળાકાર છે.

આ સ્માર્ટફોનને પાવર આપવા માટે MediaTek ડાયમેન્શન 6300 પ્રોસેસર આપ્યું છે, જેની સાથે ARM G57 MC2 GPU મળે છે. તેમા 6GB સુધી રેમ અને 256GB સુધી સ્ટોરેજ મળે છે. હેન્ડસેટમાં Android 16 બેઝ્ડ MagicOS 10 મળે છે. જો કે કંપનીએ અત્યાર સુધી પોતાના ફ્યૂચર સોફ્ટવેર અપડેટ વિશે કોઇ જાણકારી આપી નથી.

આ પણ વાંચો | 6300mAh બેટરી સાથે સસ્તી Realme P4 Lite 4G ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Honor X6d 5G કેમેરા

કેમેરાની વાત કરીયે તો ઓનર X6d 5G સ્માર્ટફોનના રિયરમાં f/1.8 અપર્ચર વાળો 50 એમપીનો પ્રાયમરી કેમેરા અને એક QVGA સેકેન્ડરી સેન્સર આવે છે, જે 1080p સુધી વીડિયો રેકોર્ડ કરી શકે છે અને 10x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. તો ફ્રન્ટમાં 5 એમપીનો કેમેરો છે. ઉપરાંત ડિવાઇસમાં 5260mAh બેટરી અને 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળે છે. 

આ પણ વાંચો | 8000થી ઓછી કિંમતનો શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 8GB RAM

Honor X6d 5G કિંમત

ઓનર Honor X6d 5G સ્માર્ટફોનની મિડલ ઇસ્ટમાં કિંમત લગભગ 150 ડોલરથી શરૂ થાય છે, એટલે કે ભારતીય ચલણમાં આ ફોનની કિંમત 13,700 રૂપિયા આસપાસ હોઇ શકે છે. આ સ્માર્ટફોન ઓશન સ્પાન અને મિડનાઇટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. લેટેસ્ટ ઓનર 5જી સ્માર્ટફોન ત્રણ મેમેર વેરિયન્ટ 4GB + 128GB, 4GB + 256GB અને 6GB + 256GB માં ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *