વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ માટે પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં અનુભવી ઓલરાઉન્ડર આંદ્રે રસેલની વાપસી પર ચાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
આ સીરિઝ વેસ્ટઈન્ડિઝના ઘરેલું મેદાન પર રમાશે પરંતુ આ સીરિઝ દરમિયાન આંદ્રે રસેલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. આંદ્ર રસેલે રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો છે. રસેલ ઘરેલું મેદાન જમૈકાના સબીના પાર્કમાં રમાનારી શરુઆતની 2 મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.
રસેલ 2019થી માત્ર ટી20 ઈન્ટરનેશનલ ખેલાડી છે અને અત્યારસુધી 84 ટી20ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે આગામી ટી20 વર્લ્ડકપમાંથી 7 મહિના પહેલા આ નિર્ણય લીધો છે. જે ફ્રેબ્રુઆરી 2026માં ભારત અને શ્રીલંકામાં રમાશે.
તેના સંન્યાસથી વેસ્ટઈન્ડિઝ માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. આ પહેલા નિકોલસ પુરને પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
એક રિપોર્ટ મુજબ, રસેલનો ઇરાદો ભારત અને શ્રીલંકામાં 2026 માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમવાનો હતો, પરંતુ એવું માનવામાં આવે છે કે તે હવે રમતમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લે ત્યાં સુધી સંપૂર્ણપણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહ્યો છે.
આંદ્ર રસેલે વેસ્ટઈન્ડિઝ માટે 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે.તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 1 ટેસ્ટ, 56 વનડે અને 84 ટી20 મેચ રમી છે. આ સિવાય આંદ્રે રસેલે 1078 રન બનાવવાની સાથે 61 વિકેટ લીધી છે.