Final Up to date:
BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે. એટલે કે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે મતગણનાની પ્રક્રિયા ચાલી રહી છે.
BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે. એટલે કે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે મતગણનાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ચૂંટણી માત્ર સ્થાનિક સંસ્થાઓના ભવિષ્ય માટે જ નહીં, પરંતુ રાજ્યની સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) માટે પોતાની જમીની પકડ સાબિત કરવાનો લિટમસ ટેસ્ટ પણ માનવામાં આવે છે.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પરિણામો પર માત્ર મહારાષ્ટ્રની જ નહીં, પરંતુ આખા દેશની નજર છે. છેલ્લા બે દાયકાઓ કરતા વધારે સમયથી અહીં શિવસેનાનો દબદબો રહ્યો છે, પરંતુ પાર્ટીમાં ફૂટ પડ્યા બાદ ઠાકરે ભાઈઓ માટે આ ચૂંટણી કોઈ અગ્નિપરીક્ષા કરતા ઓછી નથી. આ ચૂંટણી માટે ઠાકરે ભાઈઓ (રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે)એ એકતા બતાવી છે, તો મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેના ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના શરૂઆતના રુઝાનોમાં ભાજપ ગઠબંધન અને શિવસેના યુબીટી ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 27 વોર્ડમાં ભાજપ ગઠબંધન આગળ છે, જ્યારે શિવસેના યુબીટી ગઠબંધન 17 વોર્ડમાં આગળ છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર 2 વોર્ડમાં આગળ ચાલી રહી છે.
દક્ષિણ મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં ભાજપ પોતાની લીડને સતત મજબૂત કરી રહી છે. બે વોર્ડમાં પોસ્ટલ બેલેટ અને પ્રથમ રાઉન્ડની ગણતરી પછી ભાજપ આશરે 2000 મતોથી આગળ ચાલી રહી છે.
Jan 16, 2026 11:23 AM IST

