Bengal Election: બંગાળ ચૂંટણી માટે ભાજપે 111 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Bengal Election: બંગાળ ચૂંટણી માટે ભાજપે 111 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


West Bengal Election 2026 BJP Candidates Listing : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે ઉમેદવારીની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં રેખા પાત્રા, નિશિથ પ્રામાણિક, રૂપા ગાંગુલી, આઈપીએસ રાજેશ કુમાર સહિત ગણા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ યાદીમાં 19 મહિલા ઉમેદવારોના નામ છે. અગાઉ ભાજપે તેની પ્રથમ યાદીમાં 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ભાજપની આ યાદી મુજબ, પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીને સોનપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકને માથાભાંગા વિધાનસભા બેઠક પરથી, પૂર્વ હોકી ખેલાડી ભરત છેત્રીને કાલિમ્પોંગપો વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપે દાર્જિલિંગથી નોમાન રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

આ યાદીમાં ભાજપની પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા વિષ્ણુપુર (એસસી) સીટના ઉમેદવારમાં ફેરફાર કરાયો છે. હવે વિષ્ણપુર વિધાનસભા બેઠક પર ભાજપે વિશ્વજીત ખાનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો જોયપુર સીટ પર વિશ્વજીત મહતોનું નામ જાહેર કર્યું છે. 

બંગાળ સહિત આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

તાજેતરમાં ચૂંટણી પંચે બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. તેમા આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે. તો પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે – 23 એપ્રિલ અને 29 એપ્રિલે વોટિંગ થશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *