Final Up to date:
AMTSનું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે મુસાફરોની સુવિધા માટે ગ્રીન બસ શેલ્ટરનો નવતર પ્રયોગ પણ હાથ ધરાશે. આ ઉપરાંત અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: શહેરજનોને ટ્રાન્સપોર્ટની સિટી બસ સેવા પૂરી પાડતી AMTSમાં આવક કરતા લોનનું દેવું વધુ હોવાનું સામે આવ્યું છે. AMTSની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 600 કરોડની લોન સામે આવક 450 કરોડ જ છે. એટલે ક્યાંકને ક્યાંક AMTSમાં આમદની અઠ્ઠનની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ છે. જોકે AMTS દ્વારા વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 2030 સુધીમાં AMTSની તમામ બસોને EV કરવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે. શહેરમાં દોડતી તમામ સિટી બસોને ઇલેક્ટ્રિક વહીકલમાં કન્વર્ટ કરવાનું લક્ષ્યાંક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રાખવામાં આવ્યું છે.
AMTSનું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે મુસાફરોની સુવિધા માટે ગ્રીન બસ શેલ્ટરનો નવતર પ્રયોગ પણ હાથ ધરાશે. આ ઉપરાંત અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ડ્રાઇવર માટે મોબાઇલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. જો કે AMTSના આ બજેટમાં AMTSમાં આવક કરતા જાવક વધુ જોવા મળી છે એટલે કે આમદની અઠન્ની અને ખર્ચા રૂપિયા જેવો ઘાટ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી AMTSએ 600 કરોડની લોન લીધી હતી જેની સામે AMTSની વાર્ષિક આવક માત્ર 450 કરોડ જ છે. જોકે તંત્રના અધિકારીઓને વિશ્વાસ છે કે બસોની સંખ્યા વધશે એટલે આવક વધશે.
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ AMTS કમિશનર અમૃતેશ્વર ઔરંગાબાદકરએ જણાવ્યું કે, બસો માટે મલ્ટી ટ્રાન્સપોર્ટ ચાર સ્થળો પર બનાવવામાં આવશે. તેમજ મુસાફરો માટે નવા રૂટો અને તમામ બસો સમયસર મળે તેવું આયોજન કરવામાં આવશે. જે માટે 1500 બસો ઓન રોડ રાખવામાં આવશે. 2030 દિવસ સ્માર્ટ શેલ્ટરના કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રીન શેલ્ટર આ વર્ષે બનાવવાનું નક્કી કર્યું છે. ગ્રીન શેલ્ટર 20 બનાવવામાં આવશે, વૃક્ષો શેલ્ટર પાસે ઉગાડવામાં આવશે.
તેઓએ જણાવ્યું કે, સિટી બસોમાં દરરોજ 5.50 લાખ લોકો મુસાફરી કરે છે. 2026-27માં AMTSનું લોનનું દેવું રૂ. 600 કરોડ સુધી પહોંચશે અને આવક રૂ. 450 કરોડની આવક છે.

